તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીકોમના પ્રશ્નપત્રમાં 35 માર્કના પ્રશ્નો કોર્સ બહારના પુછાતાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી સંલગ્ન કૉમર્સ કોલેજના ટીવાયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને શુક્રવારે લેવામાં આવેલી એકાઉન્ટની પરીક્ષાના પ્રશ્નપત્રએ રડાવ્યા હતા.પ્રશ્નપત્રમાં ભૂલો હોવા ઉપરાંત 35 માર્કસના પ્રશ્નો સિલેબસ બહારના હોવાથી વિદ્યાર્થીઓ અટવાયા હતા. વિદ્યાર્થીઓએ બી.કોમની પરીક્ષામાં પેપર સેટરએ એમ.કોમ કક્ષાના પ્રશ્નો પૂછ્યા હોવાની ફરિયાદ કરી હતી. સોમવારે પેપર સેટર સામે ભારે રોષ સાથે 40થી વધુ વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર આવ્યા હતા અને સેનેટ સભ્ય કનુ ભરવાડ અને સંકેત શર્માની આગેવાનીમાં કુલસચિવને આવેદનપત્ર આપી પરીક્ષા ફરીથી લેવા અથવા ગ્રેસિંગ કે અન્ય લાભ આપી વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય લેવા માટેની માંગણી કરી છે. વિદ્યાર્થીઓની રજુઆતને પગલે કૉમર્સ વિભાગના ડીનને તાબડતોબ મામલાનું નિરાકરણ લાવવા માટે બેઠક બોલાવી હતી.

પેપરમાં શું ભૂલ હતી |ગુજરાતીના પ્રશ્નપત્રમાં પ્રશ્ન 1ના દાખલામાં રૂ.13000 જ્યારે અંગ્રેજી વર્જનના પેપરમાં 1.30 લાખ લખવામાં આવ્યું છે. પ્રશ્ન 2 Aમાંના ગુજરાતમાં એક વર્ષ લખવામાં આવ્યું છે. જ્યારે અંગ્રેજીના પેપરમાં એક મહિનો લખવામાં આ‌વ્યો છે. પ્રશ્ન 2 B ટેક્ષબુકની બહારનો છે. જ્યારે પ્રશ્ન 3 ચેપ્ટરની બહારનો હતો.

વોટ્સ અપ પર પ્રો.ભંડારીને ટીપી નાખોની પોસ્ટ ફરતી થઇ | એકાઉન્ટના 50 માર્કસના પ્રશ્નપત્ર 35 માર્કસના પ્રશ્ને અઘરા હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ કથિત પેપર સેટર પ્રો. બી.બી.ભંડારીના ફોટા પર ‘આ જો તમને કોઇ જગ્યા પર મળી જાય તો સૌથી પહેલા આની પાસે ટી વાય બી.કોમ એકાઉન્ટનું પેપર સોલ્યુશન્સ કરાવજો અને પછી તેના 7 પેઢી યાદ આવી જાય એવો બરાબર ટીપી નાખજો’ વિદ્યાર્થીઓને રડાવી નાખ્યા એમ લખીને પોસ્ટ ફરતી કરી.

અન્ય સમાચારો પણ છે...