તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

100ના દંડ મામલે યુવકને માર મારનારાની ACP તપાસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે ચોક બજાર ચાર રસ્તા પર માત્ર 100 રૂપિયાનો દંડ વસૂલવા માટે એક બાઇક સવાર યુવકને ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈને પોલીસ અને ટીઆરબી જવાન દ્વારા માર મારવાના કેસમાં ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રકાશિત થયા બાદ તપાસ ટ્રાફિક એસીપીને સોંપાઈ છે.

વિરેન ગઢિયા નામનો યુવક બુધવારે બાઇક પર ચોકબજાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રાફિક પોલીસે હેલમેટ ન પહેર્યું હોવાથી રૂ.100 માંગ્યા. યુવકે કહ્યું કે કોઈએ હેલમેટ પહેર્યું નથી. તેથી રૂપિયા નહીં આપું. બાદ પોલીસ અને ટીઆરબી જવાનો યુવકને ચોકબજાર ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈને દરવાજો બંધ કરીને બધા મારવા લાગ્યા હતા. તે સમયે કોઈ કેમેરો લઈને પહોંચી જતા યુવકને મારવાનું બંધ કર્યું હતું. ટીઆરબી જવાનો મોઢું સંતાડવાનો પ્રયાસ કરતા હતા. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલને આધારે ટ્રાફિક ડીસીપી સુધીર દેસાઈએ યુવકને માર મારવાના બનાવની તપાસ ટ્રાફિક એસીપી ઝે.એ.શેખને સોંપી છે.

ચોકીમાં શું બન્યું હતું
હેલમેટ પહેર્યા વગર જતા બાઇક સવારે દંડની રકમ ભરવાનો ઇનકાર કરતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાઓએ યુવકને ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈને તેને દંડાથી માર્યો હતો. તેને મારતી વખતે જ કોઈએ કેમેરા લઈને પહોંચી જતા તમામે યુવકને છોડી મૂક્યો હતો અને ટીઆરબી જવાનો મોઢું સંતાડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...