તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂતકાળમાં બેંકે કેટલાં વાહનની હરાજી કરી તેની RTO તપાસ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર | સુરત

વાહનોની લોનના હપ્તા નહીં ભરાતા બેન્ક વાહનો જપ્ત કરીને પોતાના નામે કર્યા વિના જ ઓનલાઇન હરાજી કરતી હતી. આટલું જ નહીં, ઓનલાઇન વાહન ખરીદનારા એજન્ટો પણ ડુપ્લિકેટ આરસીથી થર્ડ પાર્ટીને વાહન વેચી દેતી હતી. તે કૌભાંડને આરટીઓએ પકડી પાડીને ભૂતકાળમાં આવા કેટલા વાહનો વેચાયા છે તે દિશા તરફ તપાસ હાથ ધરાઈ છે. એવી પણ માહિતી જાણવામાં આવી છે કે, ખોટી રીતે બેન્કે વેચેલા 100 વાહનો આરટીઓએ બ્લેક લીસ્ટ કરતા બેન્કના અધિકારી દોડતાં થઈ ગયા છે. જો કે, આ મામલે આરટીઓએ બેન્કેને જણાવ્યું હતું કે, લીગલ પ્રોસિજર કરી 15 ટકા ટેક્સ ભરાશે પછી જ વાહન બ્લેક લીસ્ટમાંથી બહાર કઢાશે. બીજી તરફ આરટીઓએ આરસી બુક પણ ડિસ્પૅચ થતાં અટકાવી દીધી હતી.જોકે, એક વાહનનું નામ એજન્ટથી ટ્રાન્સફર થતું ન હોવાથી ખરીદનાર આરટીઓમાં પહોંચ્યો હતો. તે દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને તેમાં જણાયું હતું 15 ટકા ટેક્સ બચાવવા માટે કૌભાંડ આચરાતું હતું.

અન્ય સમાચારો પણ છે...