અઠવાગેટથી નાનપુરા વિસ્તારમાં મહિનામાં 9 ફોન ઝૂંટવનારા બે રંગેહાથ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાગેટથી નાનપુરા સુધીમાં છેલ્લા એક મહિનામાં 9 મોબાઇલ ચીલઝડપ થયા છે. જેમાં ગુરુવારે રાત્રે ટોરેન્ટ પાવરના કર્મચારીનો મોબાઇલ લૂંટી ભાગી રહેલા બે લૂંટારૂઓની બાઇક સ્લીપ થતા લોકોએ પકડીને બરાબરની ઘોલાઈ કરી અઠવા પોલીસને હવાલે કરી દીધો હતો.

વેસુ જોલી રેસીડન્સીમાં રહેતા અને ટોરેન્ટો પાવરમાં એકઝીકેટીવ તરીકે નોકરી કરતા ભૂપેન્દ્ર દીનકરલાલ દસાડીયા ગુરુવારે નાઇટ શીફ્ટમાં નોકરી પર જતો હતો. દરમિયાન નાનપુરા ડચ ગાર્ડન પાસેથી મોપેડ પર જતા હતા તે વખતે બે લૂંટારૂઓએ તેમના ખિસ્સામાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગી ગયા હતા. કર્મચારીએ ચોર ચોર બૂમો પાડતા લોકોએ બે લૂંટારૂઓની બાઇકનો પીછો કર્યો હતો. અચાનક થોડા અંતરે લૂંટારૂઓની બાઇક સ્લીપ થતા બન્ને નીચે પટકાયા હતા. લોકોએ બન્ને પકડી મેથીપાક આપી પોલીસને હવાલે કરી દીધો હતો. પકડાયેલા લૂંટારૂઓમાં એકનું નામ અબ્દુલ કરીમ મોહંમદ ઇલ્યાસ મેમણ અને બીજાનું મોહંમદ અકરમ અબ્દુલ રજાક મેમણ છે. બુધવારે રાત્રે પણ બન્ને લૂંટારૂઓએ નાનપુરા માખનભોગ પાસેથી રોનક શાહનો મોબાઇલ લૂંટી ગયા હતા. રોનક ચાલકો ગેરેજમાં ગાડી લેવા જતો હતો તે વખતે બનાવ બન્યો હતો. આ બાબતે અઠવા પોલીસે તેની અરજી લઈને તપાસ શરૂ કરી છે. ઉપરાંત અન્ય 8 ગુનાઓ આ ટોળકીએ આચરેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...