તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુકિંગના નામે લોકો પાસેથી રૂપિયા લઈને ફ્લેટ નહીં આપ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિધરપુરામાં અલાયાના વાડી ખાતે રેસિડેન્સીયલ ફ્લેટોનું આયોજન કરીને ફ્લેટ બુકિંગ કરાવીને લોકો પાસેથી રૂપિયા લઈને ફ્લેટોનું બાંધકામ નહીં કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એરીસન્ટ ડેવલપર્સ પેઢીના ભાગીદાર આસેફા જોહરમુલ્લા અબ્દુલ હુસેન મલમપટ્ટીવાલાએ 2010માં અલાયાની વાડી ખાતે બાબાજી બાગના નામે રેસિડેન્સીયલ ફ્લેટોનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા લોકોએ એડવાન્સ રૂપિયા ભરીને ફ્લેટ બુક કર્યા હતા. ત્યાર બાદ તેઓએ બાબાજી બાગ પ્રોજેક્ટ પડતો મૂકીને કોઈને ફ્લેટ આપ્યો નહતો. ફ્લેટ બુક કરાવનારાઓ પૈકી શહેનાઝ ખોઝેમ દાગીનાવાલાએ પણ 82500 રૂપિયા ભરીને ફ્લેટ બુક કર્યો હતો. તેને ફ્લેટ કે એડવાન્સ ભરેલી રકમ મળી નહતી. શહેનાઝે આરોપી વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...