ચોમાસામાં રેલવે ટ્રેક પર પાણીનું લેવલ માપવા ડિવાઇસ મુકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર પર ઓછી અસર પડે એ માટે રેલવે દ્વારા મોસમ વિભાગ સાથે મળી સ્ટેશનો પર ઓટોમેટિક રેન ગેજ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવાનું શરુ કરાયું છે.મુંબઈના સ્ટેશનો બાદ આ ડિવાઇસ સુરત અને ઉધના રેલવે સ્ટેશને પણ લગાડવાની યોજના છે. મુંબઈ સબર્બનના ભાયંદર અને મીરા રોડ પર એઆરજી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.ત્યાર બાદ આખા મુંબઈ ડિવિઝનમાં ઓટોમેટિક રેન ગેજ ઇન્સ્ટોલ કરી મોસમની રિયલ ટાઈમ માહિતી મેળવવામાં આવશે જેથી ભારે વરસાદમાં કે ટ્રેક પર પાણી ભરાવા જેવી સ્થિતિમાં ટ્રેનોને ડાયવર્ટ કે શોર્ટ ટર્મિનેટ કરવામાં મદદ મળશે.પ.રેલવેના જન સંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે અમે હાલ સબર્બનનાં 2 સ્ટેશનો પર એજીઆર ઇન્સ્ટોલ કર્યા છે ત્યાર બાદ મહિનાના અંત સુધીમાં અમે અન્ય 4 સ્ટેશનો પર ઈન્સ્ટોલેશન કરીશું.રેલવે અને મોસમ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઇન્સ્ટોલ કરવામાં આવેલા એઆરજી દ્વારા મોસમનું પૂર્વાનુમાન લગાવવામાં આવશે.જે તે રેલવે સેક્શન પર ભરાયેલા પાણીના સ્તર બાબતે પણ ડિવાઇસ માહિતી આપશે.સોલાર ઉર્જાથી સંચાલિત આ ઉપકરણને બેટરીથી પણ સંચાલિત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...