તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ બાબતે ઝઘડો થતાં પત્નીએ નસ કાપી, સાસરિયાઓ સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઇલ બાબતે ઝઘડો થતાં પત્નીએ નસ કાપી, સાસરિયાઓ સામે ગુનો
ક્રાઇમ રિપોર્ટર|સુરત

અડાજણમાં રહેતી 35 વર્ષીય પરિણીતાને દારૂડિયા પતિએ લગ્નના દોઢેક માસમાં ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. તેમ છતાં પરિણીતા પતિનો ત્રાસ સહન કરી ઘરમાં રહેતી હતી. પરિણીતાના સસરાએ સમાજના રીતરિવાજ બાબતે તેને તમાચો મારી ધક્કો મારી દેતા ઈજા થતા સારવાર માટે દારૂડિયા ખાનગી હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. દારૂની ટેવ ઉપરથી પતિ જુગાર રમવાનું છોડતો ન હતો. જેના કારણે પણ ઘરમાં બન્ને વચ્ચે ઝઘડાઓ થતા હતા. પતિના ત્રાસથી કંટાળીને પરિણીતા તેના પિયર મુંબઈ ચાલી ગઈ હતી. થોડા સમય પછી સમાધાન થતા સાસરીમાં આવી ગઈ હતી. 21મી ફેબ્રુઆરીએ મોબાઇલની બાબતે પતિ અને ભાણેજએ ઝઘડો કરી પરિણીતાને ધક્કો મારી દીધો હતો. જેથી પરિણીતાએ કંટા‌ળીને હાથની નર્સ કાપી નાખતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરિણીતાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પતિ રાકેશ ઘનશ્યામ ચોટરાણી, સસરા ઘનશ્યામ મંગારામ ચોટરાણી, સાસુ નિલમ ઘનશ્યામ ચોટરાણી, નણંદ રેખા મહેશ કસ્તુરીઆ અને ભાણેજ હિમાશું મહેશલાલ કસ્તુરીઆ(તમામ રહે, શુભમ રેસીડન્સી, અડાજણ)ની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...