તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ વર્ષમાં 16.71 લાખ બેરોજગાર, 12.54 લાખને નોકરી આપ્યાનો દાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોજગારી આપવામાં રાજ્ય સરકાર દેશમાં પ્રથમ સ્થાને હોવાની જાહેરાત વચ્ચે રાજ્યમાં હજુ પણ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો હોવાનું રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે.

વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 16.71 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયા હતા, જે પૈકી 12.54 લાખ યુવાનોને 5 વર્ષના સમયગાળામાં નોકરી અપાઈ છે. છેલ્લાં 5 વર્ષમાં 1.20 લાખ યુવાનોને સરકારી નોકરી અપાઈ છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 48,960, જ્યારે બીજા ક્રમે વડોદરા જિલ્લામાં 32,486 બેરોજગારો છે. આ સિવાય સુરતમાં 26,383, રાજકોટમાં 17,271, ભરૂચમાં 14,597, આણંદમાં 20,418, પાટણમાં 12,464 બાકી બેરોજગારો નોંધાયા છે. વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે બાકી રહેલા બેરોજગારોને રોજગારી અપાવવા નોકરીદાતાઓની માગણી મુજબ ભલામણ કરવામાં આવે છે.

ઔદ્યોગિક ભરતી મેળા અને લશ્કરી ભરતી મેળાનું આયોજન કરાય છે. તાલુકા કક્ષાએ સ્વરોજગાર શિબિરો દ્વારા માર્ગદર્શન, શાળા કોલેજોમાં કેરિયર કોર્નર દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન દ્વારા પરોક્ષ રીતે પણ રોજગારી અપાવવા સરકાર મદદરૂપ થાય છે.

છેલ્લાં 5 વર્ષમાં 1.20 લાખ યુવાનોને સરકારી નોકરી અાપી: રાજ્ય સરકાર
ક્યા જિલ્લામાં કેટલા બેરોજગાર નોંધાયા
જિલ્લા નોંધાયેલા બાકી બેરોજગારો બેરોજગારો

અમદાવાદ 2,21,551 48,960

રાજકોટ 1,04,629 17,271

પોરબંદર 14,241 6245

જામનગર 44,142 13,647

દ્વારકા 9,412 3,773

જૂનાગઢ 31,799 16,671

અમરેલી 25,423 12,261

ગીર સોમનાથ 13,337 7,065

બનાસકાંઠા 59,058 17,630

પાટણ 34,813 12,464

મહેસાણા 66,893 25,621

અરવલ્લી 17,791 9,551

ગાંધીનગર 59,698 12,115

વડોદરા 1,78,727 32,486

જિલ્લા નોંધાયેલા બાકી બેરોજગારો બેરોજગારો

નર્મદા 23,405 5,163

ભરૂચ 1,39,871 14,597

સુરત 1,35,581 26,383

તાપી 21,514 8,441

ડાંગ 5,981 3,017

નવસારી 27,128 11,004

વલસાડ 1,19,133 13,491

ભાવનગર 60,062 19,776

આણંદ 83,463 20,418

પંચમહાલ 66,459 13,137

સાબરકાંઠા 42,570 14,388

મહીસાગર 15,599 10,146

દાહોદ 25,645 11,409

છોટાઉદેપુર 23,343 9,293

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો