તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવિષ્યમાં ટ્રેડિશનલ બિઝનેસમાં પણ સ્ટાર્ટ અપ જેવા કોન્સેપ્ટની જરૂર પડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘મોટાભાગે બિઝનેસમેન પ્રોફિટ માટે કામ કરતા હોય છે પણ આંત્રપ્રિન્યોર્સ એક પેશન માટે બિઝનેસની શરૂઆત કરતો હોય છે.’ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડિંગ ખાતે ‘ફ્યુચર ટ્રેન્ડ્‌સ ઓફ આંત્રપ્રિન્યોરશિપ’ વિષય ઉપર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતંુ જેમાં સંજય પંજાબીએ આ વાત કરી હતી.

આ અંગે વાત કરતા સેશનના વક્તા સંજય પંજાબીએ વધુમાં જણાવ્યું હતું કે, આન્ત્રપ્રિન્યોર એ ગ્લોબલ એપ્રોચની સાથે લોકોની વચ્ચે રહીને કામ કરે છે. એને કામ માટે સમયની મર્યાદા હોતી નથી. એ પેશન સાથે કામ કરે છે. બિઝનેસ માટે હવે લોકોએ પણ માઇન્ડ સેટ બદલવાની જરૂર છે.

બિઝનેસમાં આપણી આજુબાજુમાં થતી ઘટનાઓનો પણ અભ્યાસ કરવો પડે છે. ટ્રેડિશનલ કોન્સેપ્ટ ઉપર થનારા બિઝનેસ તૂટતા જશે તેવી શક્યતા છે. ભવિષ્યમાં આ પ્રકારના બિઝનેસમાં તકલીફ પડી શકે છે. તમારે ઓફિસ ભાડેથી લેવાની જરૂર નહીં પડશે. તમે એક લેપટોપ લઇને કામ કરી શકશો. તમારા ક્લાયન્ટને કોઇ રેસ્ટોરન્ટમાં બોલાવીને તમારંુ કામ કરી શકશો. ઘરેથી બેસીને પણ કામ કરવાનો સમય આવશે. ભવિષ્યમાં ફોર્મલ કર્મચારીઓને બદલે કોન્ટ્રાકચ્યુલ કર્મચારીઓ મુકવાનો સમય આવશે.

આ કર્મચારીઓ ફલેક્સિબલ કલાકો માટે કામ કરશે. આગામી દસેક વર્ષ બાદ ટ્રેડિશનલ બિઝનેસને બદલે સ્ટાર્ટઅપ્સની જેમ જ જીવવંુ પડશે. જે લોકો સમય સાથે બદલાશે નહીં તેઓ ક્યાંક પાછળ છૂટી જશે. એટલે ભવિષ્યમાં એક વાત નિશ્ચિત છે કે ટ્રેડિશનલ બિઝનેસમાં પણ સ્ટાર્ટ અપ જેવા કોન્સેપ્ટની ખરેખર જરૂર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો