તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાં વિરહની આગમાં આંખો ભલે રાતી મળે, ખીલી ઉઠે ચ્હેરો, પ્રણયની બાતમી પાકી મળે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ‘ગુફ્તેગૂ- કાવ્યગોષ્ઠી’ના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે છેલ્લાં સાત વર્ષથી અત્યંત નિયમિતપણે યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠીની ૮૩મી બેઠક મળી હતી. નવોદિત તથા સિદ્ધહસ્ત કવિઓ જોડાયા હતા અને સૌએ સ્વરચિત રચનાઓનું પઠન કર્યું હતું. ઉપસ્થિત તમામ કવિઓએ ચર્ચામાં ભાગ લઈને વિધાયક ટિપ્પણીઓ કરી નવોદિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મિત્ર રાઠોડે કર્યું હતું. આગામી ગુફ્તેગૂ રવિવાર ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે પ્રિઝ્મા આઇ હૉસ્પિટલ, કૃષિમંગલની બાજુમાં, રિંગ રોડ ખાતે યોજાશે. જેમાં કોઈ પણ સુરતીઓ વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

આવતી ગૂફ્તેગૂ કાવ્યગોષ્ઠી 2 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 વાગ્યે પ્રિઝમા આઈ હોસ્પિટલ કૃષિ મંગલ રોડ પર આયોજન થશે
સૂરજ નહીં ઉગે તો આ પૃથ્વીનું શું થશે ?

બેસી ગયા છો ખોલીને ઝૂલ્ફો સવારમાં

-હરીશ ઠક્કર

ભલે કેદ હો, એ વિહરતું રહે છે

થીજેલું હૃદય પણ સળગતું રહે છે

- આસિફખાન આસિર

દડદડ દડદડ પરવત પરથી ઉતર્યુ છે એક ઝરણુ,

ખળખળ વહેતા મને પૂછે કે, ‘એય, તને હું પરણું?’

- પીયૂષ ભટ્ટ

પ્રથમ પ્રેમના પલકારે પાંગરેલ પલાશના પગરવ!

મહેરામણ થઈ, લહેરાઈ જઇ, પહોંચી ગયા પેલેપાર!

-ડો હરીન વડોદરિયા

હર ક્ષેત્રમાં સફળ છું હું આજે આ કારણે,

એની લીધી સલાહ જે નિષ્ફળ થયો હતો.

-મિત્ર રાઠોડ

મનમાં પડેલી ગાંઠ જો ખોલો જ નહિ,

તો કામના એક્કેય સૉરી-ઓ.કે. નહિ.

વિવેક મનહર ટેલર

રોજ જે બદકિસ્મતી ને દૂર મૂકી આવું છું.

જોઉ છું પાછળ ફરીને, એ મળે આગળ હવે.

- યોગેશ ટેલર

ચચા ગાલીબ સ્મરી જાતે, મરીઝ જો જીવતા હોતે,

ગઝલ વાંચી ડરી જાતે, મરીઝ જો જીવતા હોતે.

-મેહુલ પટેલ ‘ઈશ’

આ હળવેથી કહેવાની તારી જે ઢબ છે,

જનમથી છે કે કેળવેલો કસબ છે?

-કિરણસિંહ ચૌહાણ

નયનમાં ડૂબી જવાનો મોકો મળે તો ડૂબી જવાનું કિન્તુ,

કિનારે થોડું ઊભા રહીને ઊંડાણ જોવું અગત્યનું છે

- મંથન ડીસાકર (સુરત)

હવે વેદાંત કોઈ દર્દ પણ ટકતું નથી ઝાઝું,

ગઝલ ને ગીત લખવાની હવે આદત પડી ગઈ છે.

-વિપુલ માંગરોલિયા-વેદાંત

એનાં વિરહની આગમાં આંખો ભલે રાતી મળે,

ખીલી ઉઠે ચ્હેરો, પ્રણયની બાતમી પાકી મળે.

-ડૉ.સેજલ દેસાઈ

આયનામાં ઘાવ મારા જોઉં તો,

આયનામાં ઘાવ થાતા જાય છે.

-મયૂર કોલડિયા

નથી ચોક્કસ સમયગાળો છતાં આવે તો રોકાશે

કયું છે દુ:ખ એવુ, જે તરત પાછું જવા આવે?

-સંદીપ પૂજારા

ગૂફ્તેગૂ કાવ્યગોષ્ઠીની 83મી બેઠકનું આયોજન થયું
તને બીજું તો શું આપું?

આ લે ખાલીપો, ખોબો ધર.

-નિલેશ ગોહિલ ‘સ્વર’

પ્રેમની વાતો ને અધરા શબ્દમાં?

તું ગઝલ શણગારવાનું બંધ કર.

-પ્રશાંત સોમાણી

સત્ય કહેવા ગયો હું એના ઘરે

ને ઘણાં સત્ય જાણ બ્હાર મળ્યાં

-ગિરીશ પોપટ ‘ગુમાન’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો