તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઈઝનના કેસ મામલે સર્જરી અને મેડિસિન વિભાગે એક બીજાને ખો આપતા 3 દર્દી રઝળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે રાત્રે અને મંગળવારે સવારે પોઈઝનના કેસમાં ત્રણ દર્દીઓને સર્જરી અને મેડિસીન વિભાગના તબીબોએ રઝળાવ્યા હતા. આ ત્રણેયને સીએમઓએ દાખલ કર્યા હતા. થોડો સમય પહેલા આવાં જ વિવાદમાં દર્દીનું સારવાર વિના મોત પણ નિપજ્યું હતું.

મારા ધ્યાને આવી વાત આવી નથી. જો આવું થયું છે તો ખોટુ થયું છે. દર્દીઓના નામ આપજો . જવાદાર સામે પગલા લેવાશે. ડો. ગણેશ ગોવેકર, ઈનચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ

કેસ-1 | 65 વર્ષના વૃદ્ધાને સાઢા 3 ક્લાકે સારવાર મળી
અમરોલીના જેકીબેન કરશન ચાવડા(65)એ મંગળવારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સિવિલ હોસ્પિટલ લવાતા સર્જરી અને મેડિસીન વિભાગ વચ્ચેના વિવાદમાં રઝળાવાયા હતા. સાઢા ત્રણ કલાક બાદ સીએમઓએ તેમને ઈમરજન્સી મેડિસીન વોર્ડમાં દાખલ કર્યા હતા.

કેસ-2 | પાંડેસરાના ગુંજાબેન પણ 4 ક્લાક અટવાયા
પાંડેસરાના ગુંજાબેન સિંગ(29)મંગળવારે સવારે ભૂલથી ફિનાઈલ પી જતા 8:30 વાગ્યે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. 4 કલાક સુધી તેમને બંને વિભાગે દાખલ ન કરતા સીએમઓએ ઈમરજન્સી મેડિસીન વોર્ડમાં દાખલ કર્યા હતા.

કેસ-3 | નરેશને રાત્રે 3 ક્લાક સુધી સારવાર ન મળી
ઉધના રહેતા નરેશભાઈ પરમાર(25)એ સોમવારે રાત્રે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા રાત્રે 10:15 વાગ્યે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. નરેશભાઈને પણ બંને વિભાગના વિવાદ વચ્ચે રાત્રે 3:00 સુધી દાખલ ન કરાતા સીએમઓએ તેમને મેડિસિન વિભાગમાં દાખલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...