તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રસુતાને માર મારવાના કેસમાં MLC વિના રજા આપી દીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને માર મારવાના મામલામાં હવે સિવિલ તંત્ર દ્વારા ચાલાકી વાપરી હોવાનું જાણવા મળ્યું છે. એમએલસી કર્યા વગર જ દર્દીનો ઈલાજ કરી રજા પણ આપી દેવાઇ હતી. આ સાથે વિવાદિત સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી પ્રકાશમાં આવી છે. જેને લઇને તંત્ર સામે આંગળીઓ ઉઠી રહી છે.

નિયમ મુજબ આ પ્રકારની ઘટના બાદ સ્ટાફની જવાબદારી બને છે કે એમએલસી કરાય પણ આ કેસમાં આવું નહિ થયું અને ચાર દિવસ બાદ પ્રસુતાને વગર એમએલસીએ જ રજા આપી દેવાતાં તંત્રની દાનત સામે સીધા સવાલો ઉભા થયા છે.

જો મામલો કોર્ટમાં જાય તો એમએલસી એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે. પ્રસૂતા સાથે મારપીટ થયા બાદ હવે સિવિલ તંત્ર ડોક્ટરને બચાવવામાં પડ્યું હોય એવી આશંકા ઉભી થઇ રહી છે. જોકે, નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રસુતાને માર મારવાની ઘટનાની તપાસ માટે એક તપાસ કમિટી બનાવી દેવાઇ છે, જેના રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો