તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા વરાછાની ઘટના યુવકની લાશ મળવાના કેસમાં ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સારૂબેન કિશનલાલ શિંદેનો પુત્ર સંતોષ(25)અગાઉ વતનમાં રહેતો હતો. થોડો સમય પહેલા જ તે સુરત આવ્યો હતો. ગઈ તા.7 માર્ચના રોજ ચાર અજાણ્યાઓ ફોર વ્હીલ કારમાં આવ્યા હતા અને મજૂરી કરવા માટે તેને અબ્રામા રોડ ખાતે નવા બંધાતા બિલ્ડિંગમાં જવાનું કહીં લઈ ગયા હતા. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 8 માર્ચના રોજ સવારે દુ:ખીયાના દરબાર વાળા રોડની બાજુમાં ભરથાણા ટી પોઈન્ટથી આગળ માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં સંતોષનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની વિધવા માતાએ પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી હત્યાનો ગુનો નોંધવા રજુઆત કરી છતાં હત્યાનો ગુનો નોંધાયો ન હતો. ત્યાર બાદ માતા ડીસીપીને રજુઆત કરતાં અમરોલી પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...