તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવરાત્રીએ ઘીનું કમળ ચઢાવાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના ઉધના ગામમાં આવેલા પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાં છેલ્લાં 100 વર્ષથી મહાદેવને ઘીના કમળ ચઢાવાય છે. આ સાથે શિવરાત્રી નિમિત્તે સવારે 5 કલાકે મંગળા આરતીથી લઈને રાતે ચાર પ્રહરની પૂજા સુધીના કાર્યક્રમો યોજાશે. ઘીના કમળના દર્શન મધ્યરાત્રિએ કરાશે.

ઉધના ગામમાં આવેલું ભીડભંજન મહાદેવ મંદિર 500થી વધુ વર્ષ પ્રાચીન છે. તેમાં છેલ્લાં સો વર્ષથી ઘીના કમળ ચઢાવાય છે. આ અંગે મંદિરના પૂજારી જયેશભાઈએ જણાવ્યું હતું કે, મહા વદ ચતુર્દશીને શાસ્ત્રોમાં મહાશિવરાત્રી તરીકે વર્ણવી છે. આ દિવસે મહાદેવ શિવના લગ્ન થયા હતા. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સમુદ્ર મંથન વખતે ભગવાન શિવે ઝેર કંઠમાં ધારણ કરતા ખૂબ બળતરા થતી હતી. આથી દેવતાઓના વૈદ્ય અશ્વનિકુમારે ઘીનું સેવન કરવા જણાવ્યું હતું. ત્યારથી શિવરાત્રી પર્વ પર મહાદેવને ઘીના કમળ ચઢાવાય છે. આ વર્ષે 4 માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે. આ પ્રસંગે સવારે 5 કલાકે દર્શન અને મંગળા આરતીથી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. ત્યારબાદ રુદ્રાભિષેક, શીરા અને દૂધની પ્રસાદી અને સોમવારની નિત્યપૂજા કરાશે. ત્યારબાદ પ્રદોષકાળથી ચાર પ્રહરની પૂજાનો પ્રારંભ કરવામાં આવશે. મધ્યરાત્રિએ ઘીના કમળના દર્શન કરાશે અને બીજા દિવસે વહેલી સવારે પ્રહરપૂજાનું સમાપન કરાશે. પ્રહરપૂજામાં શિવમહિમ્ન સ્તોત્ર અને અષ્ટાધ્યાયી રુદ્રી સાથે મહાદેવને અભિષેક કરવામાં આવશે. ઉધના ગામમાં આવેલું ભીડભંજન મહાદેવ મંદિર 500થી વધુ વર્ષ પ્રાચીન છે. ભીડભંજન મહાદેવ મંદિરમાં છેલ્લાં 100 વર્ષથી મહાદેવને ઘીના કમળ ચઢાવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો