તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News In The Afternoon Lunch With The Father The Same 25 Year Old Wife Drinks A 4 Year Old Girl Against The Eyes Of A Druggist 072531

બપોરે પિતા સાથે જમ્યો, એ જ 25 વર્ષના હેવાને દારૂ ઢીંચી દોઢ વર્ષના ભાઇની નજર સામે જ 4 વર્ષની બાળકીને પીંખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન જીઆઈડીસી શ્રમ વિસ્તારની 4 વર્ષની બાળકીને પિતાના મિત્રએ ચોકલેટની લાલચ આપી દોઢ વર્ષના ભાઇની સાથે જ તેના રૂમમાં લઈ ગયો હતો. જ્યા હવસખોરે બાળકીને ગાલ પર તમાચો મારી મોઢું દબાવી બળાત્કાર કર્યો હતો. આ ઘટના મંગ‌ળવારે બપોરે 11.30 વાગ્યે બની હતી. અડધો કલાક પછી બાળકી અર્ધ નગ્ન હાલતમાં રડતી રડતી ઘરે આવી હતી. બાળકીના ઘરથી 50 મીટરના અંતરમાં આ ઘટના બની હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ ગોપાલ ઓમપ્રકાશ મૌર્ય છે અને તે યુપીનો રહેવાસી છે તેમજ ડ્રાંઈગ મિલમાં મજૂરી કરે છે. સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ લઈને બળાત્કાર, પોક્સો અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે. દારૂના નશા બાબતે પીઆઈ એમ.વી. બતુલને પૂછતાં તેમણે આ વાતનો ઈનકાર કર્યો હતો.

બેટી જ નહીં, તેની લાજ પણ બચાવો
મેં જમાડ્યો ને મારી દીકરીને જ બરબાદ કરી નાખી
હું ઘરે જમવા માટે બેઠો હતો. આ દરમિયાન મારો મિત્ર ગોપાલ ઘરે આવ્યો હતો. અમે બન્ને સાથે જમ્યા, બાદમાં હું સુઈ ગયો અને ગોપાલ મારા ઘરેથી ચાલ્યો ગયો, મારી 4 વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો બહાર રમતા હતા, ગોપાલે મારી દીકરી અને દીકરાને તેના ઘરે લઈ ગયો હતો, જ્યા મારા દીકરાની હાજરીમાં ગોપાલે મારી દીકરી સાથે દુષ્કર્મ કર્યુ હતું. ગોપાલ મારા ઘરની બહાર બન્ને સંતાનોને મુકીને ચાલી ગયો હતો. મારી દીકરી તેની મમ્મી પાસે રડતી રડતી આવી, એટલે તેની મમ્મીને પૂછયું કે શું થયું ત્યારે દીકરીએ ઈશારા કરીને અહીં દર્દ થાય છે એવું કહ્યું, જેથી મારી પત્નીએ ચેક કરતા ત્યાંથી મોટા પ્રમાણમાં બ્લડીંગ થતું હતું. મારી પત્નીએ મને ઊંધમાંથી જગાવ્યો. મંે મારી દીકરીને આ બાબતે પૂછ્યુું પરંતુ તેને નામ ખબર ન હતી. પછી મારી દીકરીએ મને જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં લઈ ગઈ, જે મારા મિત્ર ગોપાલની રૂમ હતી. મેં ગોપાલને ફોન કરીને બોલાવ્યો અને પછી તેને પૂછયું તો તે મને આવું કશું કર્યુ ન હોવાનું જણાવી રહ્યો હતો. રોડ પર હું અને મારી પત્ની ગોપાલ સાથે ઝધડો કરતા હતા. તે સમયે નજીકના માણસો ત્યાં આવી ગયા. ઘટનાની જાણ થતાં ે લોકો તેને મારવા લાગ્યા હતા. પછી ગોપાલએ કબુલી લીધું કે મારી ભૂલ થઈ ગઈ, લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો અને અમે દીકરીને લઈને હોસ્પિટલમાં આવ્યા હતા. ગોપાલ મારા ઘરે આવ્યો ત્યારે દારૂના નશામાં હતો અને તે ગભેણીગામમાં દારૂનો નશો કરીને આવ્યો હતો. મેં જે માણસને જમવાનું આપ્યું એણે જ મારી દીકરીની જિંદગી બરબાર કરી દીધી.

છેલ્લા 100 દિવસમાં નાની બાળકીઓ પર બળાત્કારની સંખ્યા 10 થઇ
પિતાની વ્યથા
ડોક્ટરે પિતાને કહ્યું ‘જે થયું એ લખીને આપો’
પોલીસે જણાવ્યું હતું કે અમે 2:00 વાગ્યે સિવિલમાં બાળકીને લઈ ને આવ્યા. પહેલા ટ્રોમાં સેન્ટરમાં લઈ ગયા ત્યાં પંદર મિનીટ સુધી સીએમઓ જોવા માટે ન આવ્યા પછી અમે અંદર જઈ ફરીથી કહ્યું ત્યારે જોવા આવ્યા અને તેમણે ગાયનેક વોર્ડમાં લઈ જવા માટે કહ્યું ગાયનેક વોર્ડમાં લઈ ગયા ત્યાં પણ કોઈએ સરખો જવાબ આપ્યો ન હતો. ડોક્ટરે પણ બાળકીના પિતાને પહેલા કહ્યું કે બાળકી સાથે જે થયું છે તે તમે લખીને આપો. બાળકીના પિતા ભણેલા નથી તેઓ કેવી રીતે લખીને આપે? ત્યાર બાદ પણ બાળકીને મેડિસીન અને સર્જરી વિભાગ સહિત જુદા જુદા વિભાગોમાં 4 કલાક સુધી રઝડાવવામાં આ‌વી હતી.

મોડી રાત્રીએ અઢી કલાક સર્જરી ચાલી
નવી સિવિલના તબીબએ જણાવ્યું કે બાળકીને પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લડીંગ થતું હતું. જેથી અમે તેને પહેલા ગાયનેક વિભાગમાં સારવાર માટે મોકલી આપી હતી. બાળકીને ગાલ પર તમાચો માર્યો હોવાના નિશાન છે. પ્રાઈવેટ પાર્ટમાંથી વધુ પ્રમાણમાં બ્લડીંગ થતું હતું. જેથી બાળકી સાથે બળાત્કાર થયો હોઈ શકે છે. મોડી રાત્રીએ બાળકી પર સર્જરી કરવામાં આવી હતી, જે અઢી કલાક સુધી ચાલ્યુ હતું

અન્ય સમાચારો પણ છે...