તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછાના કસ્ટોડિયલ ડેથમાં પત્નીએ મૃતદેહ ન સ્વીકારી ન્યાયની માંગ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરાછા પોલીસની કસ્ટડીમાં પતિનું મોત થવાની ઘટનામાં મૃતકની પત્ની પરિવાર સાથે બુધવારે પોલીસ કમિશનર ઓફિસે પહોંચી ન્યાયની માંગ કરી હતી. વરાછા પોલીસના લૉકઅપમાં મંગળવારે આરોપી દીપક વિનોદ મોદીનું મોત થયું હતું.

આરોપી જુગારનો અડ્ડો ચલાવતા હોવાનનું કહી અટકાયતી પગલાં ભર્યા હતા. બપોરે 1:30 ક્લાકે આરોપીનું લૉકઅપમાં મોત થયું હતું. પરિવારનો આક્ષેપ કે પોલીસની મારથી મોત થયું છે. પોલીસનું કહેવું છે કે ખેંચથી મોત થયું છે. બુધવારે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી જવાબદારો સામે પગલાંની માંગ કરી હતી.પરિવારે સ્મીમેર ખાતે ધરણાં કર્યા હતાં. પીએમ બાદ પરિવારે ન મૃતદેહ ન સ્વીકારતા પોલીસે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો હતો.

મહિલાના આક્ષેપ ખોટા

મૃતક સામે 2014 અને 2018માં બે ગુનાઓ નોંધાયેલા હતા, મૃતકના શરીર પર ઈજાનું નિશાન નથી. મહિલા જે આક્ષેપો કર્યા છે તે ખોટા છે > સી.કે.પટેલ, એસીપી

જુગારનો અડ્ડો ચલાવવાના આરોપમાં દીપકની અટકાયત કરાઇ હતી

થયું છે. બુધવારે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી જવાબદારો સામે પગલાંની માંગ કરી હતી.પરિવારે સ્મીમેર ખાતે ધરણાં કર્યા હતાં. પીએમ બાદ પરિવારે ન મૃતદેહ ન સ્વીકારતા પોલીસે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો હતો.

_photocaption_મૃતક દીપક મોદીની પત્નીએ પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...