તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં રોજ બને છે 25 લાખ માસ્ક,જે માત્ર ધૂળ જ રોકી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ માસ્કથી કોઈ પણ ઈન્ફેકશનથી નહી બચી શકાય


શહેરમાં વેચાતા અને બનનારા માસ્ક કોરોના અથવા અન્ય કોઈ પણ ઈન્ફેકશનથી બચાવે તેવા નથી. કોઈ માસ્ક થ્રી લેયરના નહી હોય ત્યાં સુધી ઈન્ફેકશનથી બચી શકાશે નહી. આ ઉપરાંત માસ્ક કઈ કેટેગરીનું છે તેની જાણકારી માસ્ક પર લગાવવી જરૂરી છે. સૌથી સારા માસ્ક એન-95 નો જ ઉપયોગ કરો. જોકે સર્ટીફાઈડ માસ્ક બનાવવા માટે લાઈસન્સની જરૂરત હોય છે. જોકે અન્ય માસ્ક બનાવવા માટે લાઈસન્સની જરૂર નથી. > ડો.પી ઉમરીગર, આરોગ્ય અધિકારી, મનપા


કેવી રીતે જાણી શકાય માસ્ક સુરક્ષિત છે?


{માસ્ક થ્રી લેયરનું હોવું જોઈએ

{સૌથી પ્રભાવી છે એન-95 માસ્ક

{માસ્ક કઈ કેટેગરીનું છે તે લખેલું હોવું જરૂરી

સુરત : સુરતના કેટલાક કાપડના વેપારીઓએ કોરોનાના નામે નફાનો ધંધો શરૂ કરી દીધો છે. બે અઠવાડિયા પહેલા શરૂ થયેલો આ ધંધો ઝડપથી વધી રહ્યો છે. કેરી બેગ માટે કાપડ બનાવનાર સુરતના 8 યુનિટ માસ્કવાળા નોન વુવન કપડાનું ઉત્પાદન કરી રહી છે. આ યુનિટ દરરોજ 3 લાખ મીટર કપડા બનાવી રહ્યાં છે. જેનાથી 75 લાખ બની શકે છે. અત્યાર સુધી જોબવર્ક કરનારા હજારો કારીગરો આ કપડાથી જ 25 લાખથી વધુ માસ્ક તૈયાર કરી રહ્યાં છે. અને સમગ્ર ગુજરાતમાં આ માસ્કને સપ્લાય કરી રહ્યાં છે. જોકે ચિંતાની વાત એ છે કે આ માસ્ક માત્ર ધૂળ રોકી શકે છે. આ માસ્ક સામાન્ય ફ્લુ રોકવા માટે પણ સક્ષમ નથી તો કોરોના વાયરસથી બચાવશે તે તો દુરની વાત છે. સામાન્ય લોકો આ વાતથી અજાણ હોઈ મોં માંગી કિંમતે આવા માસ્ક પણ ખરીદી રહ્યાં છે. અને તંત્ર પણ આ વાતથી અજાણ છે.
અન્ય સમાચારો પણ છે...