આટલા મોટા સુરતમાં ગાર્ડન માટે માત્ર 0.5 ટકા જ વિસ્તાર!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

નેચર ક્લબ દ્વારા ‘ગાર્ડન ઓફ સાઉથ સુરત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, જેમાં સાઉથ સુરતના ગાર્ડન વિશેની માહિતી તેમજ સુરતમાં ક્યાં-ક્યાં અને કેટલો વિસ્તાર ગાર્ડન માટે ફાળવવું તે વિશેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સાઉથ સુરતમાં 195 જેટલા ગાર્ડન આવેલા છે જેની દેખરેખની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. સુરત સિટી 326 ચોરસ કિ.મી.માં વિસ્તૃત છે. સુરતમાં ગાર્ડનનો સમગ્ર વિસ્તાર માત્ર 1.5 ચોરસ કિ.મી.માં છે. જે સમગ્ર સુરતના વિસ્તારના માત્ર 0.5 ટકા જેટલો છે. સારા શ્વાસોશ્વાસની ક્રિયા માટે સમગ્ર સુરતના 15 ટકા વિસ્તારમાં વૃક્ષો હોવા જરૂરી છે. વધારે પડતા લીલોત્રી વિસ્તાર વધારવા માટે સુરત શહેરમાં એવી જગ્યાઓ જેમ કે, મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના ગ્રાઉન્ડ પર, યુનિવર્સિટી તેમજ રિવરફ્રન્ટ જેવી જગ્યાઓ પર વૃક્ષો રોપવાં જોઈએ. આ ઉપરાંત સુરત શહેરમાં જો ખેતી યોગ્ય વિસ્તાર આવેલ હોય જ્યાં બાંધકામ માટેની પરવાનગી ન હોય એવા વિસ્તારમાં કાયમી વૃક્ષો રોપી શકાય છે. જેવાં કે લીમડો, પીપળો, કરંજ, કનક ચંપો, શીતળો, આસોપાલવ, વડ, આંબો, નાળીયેરી, સીસમ, આંબલી, મહુડો વગેરે વૃક્ષો રોપી શકાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક મોટું ‘બાયો ડાયવર્સિટી પાર્ક’ માટે જગ્યા ફાળવાશે જે 6 લાખ ચોરસ મીટરમાં હશે. સાઉથ સુરતના સમગ્ર વિસ્તારમાં ફક્ત 3 ટકા જેટલી લીલોત્રી છે જે 15 ટકા હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...