તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં 14 વર્ષની પુત્રીને ગર્ભવતી બનાવી હત્યા કરનાર દુષ્કર્મીને ફાંસી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરામાં રહેતા પિતાએ 14 વર્ષની સગી દીકરી પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી અને છ મહિનાનો ગર્ભ રહ્યા બાદ પાપ છુપાવવા માટે દીકરીને ઢળતી સાંજે ડુમસ લઇ જઈ તેનું ગળું દબાવીને હત્યા કરનારા નરાધમ બાપને આજે એડિશનલ સેશન્સ જજ પી.એસ. કાલાએ ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીએ પિતા-પુત્રી વચ્ચેના સંબંધને લાંછન લગાવતું કૃત્ય કર્યું છે. સભ્ય સમાજમાં અને કોઈ પણ ધર્મમાં પિતા-પુત્રીનો સંબંધ ખૂબ જ પવિત્ર અને વિશ્વાસપાત્ર તેમ જ પ્રેમ અને લાગણીભર્યા હોય છે.

આરોપી ટુકના બુધીયાદાસ (ઉં.વ. 35) પહેલી પત્નીને છૂટાછેડા આપીને સગી દીકરીને સુરત લઈ આવ્યો અને પાંડેસરા ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપીએ સુરતમાં બીજાં લગ્ન કરી લીધાં હતાં. પરંતુ તેણે સગી દીકરી (ઉં.વ. 14) પર જ દાનત બગાડી હતી અને અવારનવાર સગી દીકરી પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ ગર્ભને છ મહિના થતાં પિતા તા. 29મી જૂન, 2017ના રોજ દીકરીને દવાખાને લઈ જવાના બહાને ડુમસ લઈ ગયો અને ચોપાટીની ઝાડીમાં લઈ જઈને સગી પુત્રીનું ગળું દબાવી હત્યા કરી લાશ ત્યાં જ છોડી ભાગી ગયો હતો.

(વિસ્તૃત અહેવાલ પાના નં.2)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો