પાંડેસરામાં રૂ. 17 લાખનું યાર્ન ખરીદી પેમેન્ટ ન ચૂકવતાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરાના લુમ્સના કારખાનેદારે 20.49 લાખનો યાર્નનો માલ લઈ તેમાંથી 3.50 લાખની રકમ આપી 16.99 લાખની રકમ ઓહયા કરી જતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે. યાર્નની ઓફિસમાં મેનેજર નોકરી કરતા અને ઉધના સત્યનગર સોસાયટીમાં રહેતા ધર્મેશ ઠાકોરદાસ જરીવાલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કારખાનેદાર સતીષ પ્રાગજી તરપરા (રહે, લક્ષ્મી સોસાયટી, ગજેરા સ્કુલની પાછળ, કતારગામ)ની સામે ગુનો નોંધ્યો છે. શરૂઆતમાં સતીશ તરપરાએ યાર્નનો માલ ખરીદી રેગ્યુલર પેમેન્ટ કરી દેતો હતો. જેના કારણે મેનેજરે તેના પર વિશ્વાસ પર મુકી 26મી ફેબુઆરી-19 થી 10મી મે-19 સુધીમાં 20.49 લાખનો યાર્નનો માલ ક્રેડિટ પર લઈને શરૂઆતમાં 3.50 લાખની રકમ આપી હતી. બાકીની 16.99 લાખની રકમનો ચેક આપ્યો તે પણ રિટર્ન થયો હતો. 17 લાખની ઉઘરાણી બાબતે કારખાનેદારે ગલ્લા તલ્લા કરી કારખાનું બીજાને ભાડેથી આપી મોબાઇલ બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...