તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછામાં એક જ રાતમાં 3 ઘર, 1 દુકાનના તાળાં તૂટ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ફરીવાર ઇકો કાર લઇને ફરતી ટોળકી સક્રિય થઈ છે. વરાછામાં એક જ રાતમાં ટોળકીએ મોઢા પર રૂમાલ અને જેકેટ તેમજ હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને આવી 3 મકાનો ઉપરાંત 1 દુકાનને ટાર્ગેટ કરી હતી. ટોળકીએ બે મકાનો તથા એક દુકાનમાંથી મળીને 64500ની મતા ચોરી કરી ભાગી ગયા હતા.

વરાછા ઉમિયાધામ મંદિરની પાસે ગૌતમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચાઇનીઝની દુકાન ચલાવતા અંકિત મહેન્દ્ર પટેલના મકાનમાંથી રોકડ 60 હજારની ચોરી થઈ હતી. ઉપરાંત બીજા માળે મુકેશ જોષીને ત્યાંથી 3 હજારની રોકડ અને ધર્મેશ પંચાલની એન્જિનિયરિંગ વોર્કશોપની દુકાનમાંથી 1500ની રોકડ ચોરી કરી ગયા હતા. જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીમાં ગ્રે-કલરની ઇકો કારમાં ચાર ચોરો દેખાય છે, ક્રાઇમબ્રાંચ-પીસીબી તેમજ વરાછા પોલીસે આ ફૂટેજ મેળવીને ઇકો કાર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...