તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર-મધ્ય ગુજરાતમાં પવન સાથે માવઠું, રવિ પાકને ભારે નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર પાણી ભરાઈ ગયાં | ઉત્તર ગુજરાતમાં 13 ફેબ્રુઆરી 2007 પછી 12 વર્ષ બાદ મંગળવારે સાર્વત્રિક માવઠું થયું હતું. મંગળવાર સાંજે 25 થી 30 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન 14 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ખેતરમાં ઉભા શિયાળુ પાકને ભારે નુકશાન થયું છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં સાર્વત્રિક માવઠું થયું હતું, જે પૈકી 16 તાલુકામાં 0.5 મીમી થી માંડી 7 મીમી સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ માવઠું મેઘરજમાં 7 મીમી અને મોડાસામાં 6 મીમી નોંધાયું હતું.

¾, સુરત, બુધવાર, 27 ફેબ્રુઆરી, 2019

કૃષિપાકનો સોથ વળી ગયો | ઉત્તર ગુજરાતમાં બહુચરાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે થયેલા માવઠાંથી ઘઉં અને વરીયાળી જેવા પાકો આડા પડી જવાથી નુકશાનીની ભિતી સેવાઇ રહી છે. જ્યારે જીરૂ, ઘોડાજીરૂ, સવા અને ઇસબગુલ જેવા મસાલા પાકો અને રાયડાના પાકને ભારે નુકશાન થયું છે. આ અંગે મહેસાણા ખેતીવાડી વિભાગના અધિકારી વિશાલભાઇ ભટ્ટએ જણાવ્યું હતુ કે, માવઠાથી જે પાક તૈયાર થઇ ગયો હશે તેના દાણા ખરી જવાનો ભય છે. જીરૂના પાકને નુકશાન થઇ શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થશે તો નુકશાન ઓછું થશે.

દાહોદ જિલ્લામાં પણ માવઠું | દાહોદ સહિત જિલ્લાના વાતાવરણમાં મંગળવારે સાંજે પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિંબાંગ વાદળો ઘેરાયા હતા. દેવગઢ બારિયા અને ગરબાડામાં ઠંડી હવાની લહેરખીઓ સાથે વરસાદી વાતાવરણ હતું જ્યારે દાહોદ શહેર સાથે સંજેલી, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ , બલૈયા અને સુખસરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો.

9

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો