પુણામાં પાડોશીએ જમવાના બહાને ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : પુણામાં પાડોશીએ પરિણીતા પાસે જમવાનું માંગીને ઘરમાં ઘુસીને બાથમાં લઈ છેડતી કરી હતી.

પુણા ગામ વિસ્તારમાં રમેશ (નામ બદલ્યું છે) પત્ની રીના (નામ બદલ્યું છે) સાથે રહે છે. રાત્રે રીના ઘરે એકલી હતી ત્યારે તેમનો પાડોશી રાજેશ રાકેશ કુસ્વાહ રીના ઘરે આવ્યો હતો. તેના ઘરે કોઈ ન હોવાથી તેને જમવાનું માંગ્યું હતું. રીનાએ પાડોશી ધર્મ નિભાવીને રાજેશને જમવાનું આપવા માટે રૂમમાં જમવાનું લેવા ગઈ હતી. રીના ઘરમાં ગયા બાદ રાજેશ પણ ઘરમાં ઘુસી ગયો હતો. તેને રીનાને બાથમાં પકડીને છેડતી કરી હતી. રીનાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારે આરોપી રાજેશ ભાગવા જતાં રીનાનો પતિ આવી ગયો હતો. તેણે રાજેશનો પકડી લીધો હતો. રીનાએ રાજેશ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...