તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં હડકાયેલા કૂતરાએ બે વૃદ્ધા પર હુમલો કર્યો, એકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના પાતલ ગામે હડકાયેલા કૂતરાએ બે વૃદ્ધાને બચકા ભરી લેતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જયારે અન્ય એક વૃદ્ધા ઘાયલ થઇ ગઈ હતી. રાજુબેન વેસ્તા ભાઈ ગામીત (65) શુક્રવારે રાત્રે 8 વાગ્યે ખેતરેથી આવી રહ્યાં હતા ત્યારે એક હડકાયેલા કૂતરાએ હાથ પગ તેમજ પેટ પર બચકા ભરી લીધા હતા. કૂતરાએ કરડી લેતા તેણીના હાડકા પણ બહાર આવી ગયા હતા.બાદ એ જ કૂતરાએ ઘરની બહાર બેઠેલા સવિતાબેન મોહનભાઈ ગામીત (75)ને કરડ્યું હતું. ઘટના બાદ લોકોએ કૂતરાને મારીને દફનાવી દીધું હતું.બંનેને સ્થાનિક દવાખાને લઈ ગયા બાદ સુરતની સિવિલ

સ્મિમેરમાં પણ કુતરાઓ રખડે છે
સ્મિમેર હોસ્પિટલ ખાતે ગુરુવારે કેસબાર અને આસપાસ કુતરાઓ રખડતા હોવાથી દર્દીઓ અને સ્ટાફે પણ સાવધાનીથી પસાર થવું પડ્યું હતું.

હોસ્પિટલ લાવવામાં આવતા રાજુબેનને મૃત જાહેર કરાયા હતા જયારે સવિતાબેનની સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત બારડોલીના મોરી ગામે પણ 4 લોકોને કૂતરું કરડતા સિવિલ હોસ્પિટલ લવાયા હતા.શુક્રવારે મોદી રાત્રે વેડરોડ રહેમત નગરમાં રહેતા રામશંકર શ્રીસંત ઉપાધ્યાય (60) નામના વ્યક્તિને પણ કૂતરું કરડી જતા સિવિલ હોસ્પિટલ આવવું પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...