તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસંબામાં ચોરોને મોબાઈલ ફોન ન મળતા યુવકને ચપ્પુ મારી હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18મી ઓક્ટોબરે કોસંબાના વડ ફળિયામાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા20 વર્ષીય રિક્ષા ચાલકનું સુરત સિવિલ હોસ્પિટલમાં 24 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.

કોસંબામાં પટેલપાર્કમાં રહેતો 20 વર્ષીય યુવક પ્રતિક ગાયકવાડ પરિવાર સાથે રહે છે. ગત 18 ઓક્ટોબરે પ્રતિક કોસંબામાં વડ ફળિયા પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. તે સમયે કેટલાક અજાણ્યા ઈસમો પ્રતિક પાસેથી મોબાઈલ લૂંટવાના ઈરાદે તેની પાસે આવ્યા હતા. જોકે પ્રતિકે મોબાઈલ આપવાનો ઈન્કાર કરી દેતા લૂંટારૂઓએ પ્રતિકને પેટમાં ચપ્પુ મારી દીધું હતું. પ્રતિકે આ ઘટનાની જાણ મિત્ર મહેશને કરતા તે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પ્રતિકને સારવાર માટે ખાનગી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પ્રતિકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કર્યા બાદ જી-3 વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યાં 24 દિવસની લાંબી સારવાર બાદ મંગળવારે સવારે 20 વર્ષીય પ્રતિક ગાયકવાડનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રતિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પ્રતિકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

પીએમ બાદ કલમો ઉમેરીને ગુનો દાખલ કરાશે
પોલીસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગાઉ પ્રતીકના પિતાને ફરિયાદ કરવા જણાવ્યું હતું પણ તેમણે ફરિયાદ કરવા માટે ના પાડી દીધી હતી. પ્રતીકને ચપ્પુના ઘા વાગ્યા બાદ સારી એવી રિકવરી આવી હતી. જોકે ત્યારબાદ ટાંકા તૂટી જવાને કારણે ઈન્ફેકશન થતા મોત થયું હોવાની આશંકા છે. જેથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જો ચપ્પુના ઘાના કારણે મોત થયું હશે તો વધુ કલમો ઉમેરીને હત્યાનો ગુનો દાખલ કરાશે.

મરનાર પ્રતીક સામે અગાઉ ગુના નોંઘાયેલા છે
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્રતીક ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને અગાઉ કોંસબા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને રાયોટિંગ જેવા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત મહુવામાં પણ પ્રતીકનું નામ પોલીસ ચોપડે ચઢેલું છે. તેમજ એક વાર પ્રતીકની ગુના હેઠલ ધરપકડ પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...