કતારગામમાં બાઈક ચાલકને ચપ્પુ મારીને 4 બદમાશોએ લૂટી લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ પોલીસથી 700 મીટરના અંતરમાં પીપલ્સ ચાર રસ્તા પાસે 4 લૂંટારૂઓએ બુધવારે મોડીરાત્રે બાઈક પર આવી એક યુવકની બાઈક સાથે પોતાની બાઈક અથડાવી માથાકૂટ કરી હતી. ચારેય જણાએ યુવકને રોકી માર મારી પહેલા 500ની રકમ પડાવી બાદમાં તેની પાસેથી વધુ 200ની રકમ અને મોબાઈલ લૂંટી લઈ તેને ચપ્પુ મારી ફરાર થયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે કતારગામ પોલીસના પીઆઈ સહિત ડીસ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે લૂંટારૂ ટોળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. કતારગામ પોલીસે ઇજા પામેલા યુવકની ફરિયાદ લઈને ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...