તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CS પ્રોફેશનલમાં હિરલ ગુપ્તા અને હની ગજ્જર AIRમાં ટોપ 15માં, એક્ઝિક્યુટિવમાં AIR ટોપ 25માં બે વિદ્યાર્થી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીએસ પ્રોફેશનલમાં મારી પાસે 9 મહિના જેટલો સમય હતો, માટે શરૂઆતનાં મહિનાઓમાં 3 થી 4 કલાક અને છેલ્લા એક મહિનામાં 7-8 કલાક તૈયારી કરી હતી. મને સૌથી વધારે અઘરો વિષય ઓપન બુક લાગ્યો હતો, એક વખત આખી ઓપન બુક રીવાઇઝ કર્યા બાદ પણ મને સવાલોનાં જવાબ શોધવામાં ઘણો સમય લાગ્યો હતો. બીજા વિષયોનું મેં ત્રણ વખત રીવિઝન કર્યુ હતુ.

સુરત | ડિસેમ્બરમાં લેવાયેલી કંપની સેક્રેટરીની એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. સીએસ પ્રોફેશનલમાં સુરતની હિરલ ગુપ્તા ઓલ ઈન્ડિયા રેન્કમાં 8મો ક્રમ મેળવ્યો હતો. જ્યારે સીએસ એક્ઝિક્યુટિવમાં અરહમ પારેખ ઓલ ઈન્ડિયા રેન્કમાં 20માં ક્રમે જ્યારે શુભમ અગ્રવાલ 24માં ક્રમે આવ્યો હતો.

સીએ પ્રોફેશનલમાં હની ગજ્જર ઓલ ઈન્ડિયા રેન્કમાં 14માં ક્રમે
અઘરાં લાગતાં તમામ વિષયનું ત્રણ વખત રિવિઝન કર્યુ હતુંં
હિરલ ગુપ્તા

AIR | 8

પરીક્ષા પહેલા જીએસટી અને ટેક્સ વિષયના સપના આવતા
સીએસ સાથે બીકોમ પણ કરતી હતી. સવારે 5 વાગ્યે ઉઠી રાત્રે 9:30 વાગ્યા સુધી હું સીએસની તૈયારી કરતી અને રાત્રે 10થી 12 વાગ્યા સુધી બી.કોમની તૈયારી કરતી હતી. ચાર વખત રિવિઝન કર્યુ, તેમજ જીએસટીનાં 50 જેટલા કેસ સોલ્વ કર્યા અને છેલ્લા ત્રણ મહિના તો ખાલી છેલ્લા 3 વર્ષનાં પેપર જ સોલ્વ કર્યા હતા. ઉંઘમાં પણ મને જીએસટી, ટેક્સના સપના આ‌વતાં હતાં.

હની ગજ્જર

AIR | 14

સીએ એક્ઝિક્યુટીવમાં અરહમ પારેખ AIRમાં 20માં ક્રમે
પરીક્ષાના છેલ્લાં 20 દિવસમાં રોજ 15 કલાક વાંચતો હતો
‘નવેમ્બરમાં મારી સીએ ઇન્ટરમિડિએટની એક્ઝામ પુરી થઇ હતી, ત્યાર પછી મારી પાસે 20 દિવસ હતાં 20 દિવસમાં 14-15 કલાક સુધી હું સીએસની તૈયારી કરતો હતો. જેમાં મને ડિસ્ટબન્સ ન થાય તે માટે મેં સ્માર્ટ ફોનની જગ્યા પર સાદો ફોન લીધો હતો. કંપની લો અને કેપિટલ માર્કેટીંગ અેન્ડ સોસાઇટી લો વિષયના પુસ્તકો ત્રણ ત્રણ વખત વાંચ્યા હતાં.

અરહમ પારેખ

AIR | 20

વાચીને કંટાળી ગયા પછી ફ્રેશ થ‌વા માટે એફબીનો સહારો લેતો
10 કલાક સુધી રોજ વાંચીને સીએ એક્ઝિક્યુટીવની તૈયારી કરી હતી. વચ્ચે 30 મિનિટના બ્રેકમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ કરતો હતો. ઇકોનોમિક એન્ડ કમર્શીયલ લો મને અધરાં લાગતા હતાં, જેમાં વધારે વેઇટેજ વાળા ચેપ્ટર પર ફોકસ કરી મહત્વનાં બે ટોપિક બરાબર તૈયાર કરી લીધા હતા. ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ અને ફોરેન બરાબર ગોખી લીધું હતું.

શુભમ અગ્રવાલ

AIR | 24

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો