ડુમસ ખાતે યોજાયેલી બેડમિન્ટન લીગમાં 150 ખેલાડીઓએ રમ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | ડુમસ ખાતે આવેલી એક એકેડેમીમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા બેડમિન્ટન લીગનું આયોજન કરાયું હતું, જેમાં જૈન, માહેશ્વરી, ઓસ્વાલ, ખંડેલવાલ, પંજાબી અને સિંધી સમુદાયના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ લીગમાં અંડર-13, અંડર-18 અને એબવ-18 વર્ષની કેટેગરીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મહિલા ખેલાડીઓ માટે પણ વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. બધી જ કેટેગરીમાં મળી કુલ 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના ગિરીશ મિત્તલ અને યુથ શાખાના રાહુલ અગ્રવાલ, વરૂણ બંસલ, નિશીત બેડિયા, સૃષ્ટી અગ્રવાલ, વિનીત સરોગી, સામવેદ પાનસરી, અક્ષય, સાક્ષી તિબ્રેવાલ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...