તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATC સ્ટાફ ટ્રેનિંગમાં, શારજાહ ફ્લાઇટ 2 દિવસ થવાનાં એંધાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | એર ઇન્ડિયા એક્સપ્રેસે શારજાહ - સુરત - શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટને અઠવાડિયામાં ચાર દિવસ કરી દેતાં એએઆઇએ એરપોર્ટના એટીસી ડિપાર્ટમેન્ટમાં નવા પાંચ અધિકારીઓની નિમણૂક કરી છે. પણ તે સ્ટાફ હાલ ટ્રેનિંગ પિરિયડમાં હોવાથી નાઇટ શિફ્ટ ગોઠવવામાં તકલીફ પડી રહી છે. આવી તકલીફોને જોતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી બે દિવસ થાય તેવાં એંધાણ છે. એટીસી ડિપાર્ટમેન્ટ વિના એરપોર્ટ પર ફ્લાઇટનું ટેકઓફ કે લેન્ડિંગ શક્ય નથી. પેસેન્જરોની સેફ્ટીને ધ્યાને રાખી બનાવેલા નિયમ મુજબ એક એરપોર્ટનો અધિકારી બીજા એરપોર્ટ પર ટ્રાન્સફર થતાં તેણે છ મહિનાની ટ્રેનિંગ લેવી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...