તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલથાણમાં વ્યાજખોરોએ બિલ્ડર પાસે ઉઘરાણી કરતા મહિલા સહિત 4ની ધરપકડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલથાણના બિલ્ડરે વ્યાજખોર પાસેથી રૂ.40 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. નાણાના બદલે દુકાન લખી આપવા છતાં પઠાણી ઉઘરાણી કરતાં બિલ્ડરે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પઠાણી ઉઘરાણી કરનાર મહિલા દિવ્યા દિલીપ પટેલ(26)(રહે. શીલાલેખ સોસાયટી, શાહીબાગ, અમદાવાદ), સંગીતા ગીરીશ પટેલ(56)(રહે. આંગન એપાર્ટ., બીપીસી રોડ, અકોટા, વડોદરા) તથા કુંજન કૃણાલ પટેલ(26)(રહે. રાયપુરા, ભાઇલી ગામ, બરોડા)ની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડરે ધંધા માટે 40 લાખની રકમ 2 ટકાના વ્યાજે લીધી હતી. બિલ્ડરે વ્યાજની રકમમાં 1 કરોડની દુકાનનો દસ્તાવેજ પણ કરી આપ્યો છતાં વ્યાજનો ધંધો કરતા વલ્લભ મોહન વધાસીયા બિલ્ડર પાસે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. વ્યાજખોરોએ સિક્યુરિટી પેટે લીધેલા ચેકો રિટર્ન કર્યા ન હતા અને તે ચેકો બેંકમાં નાખીને રિર્ટન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. આખરે કંટાળી ગયેલા બિલ્ડરે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. હજુ આ કેસમાં વ્યાજનો ધંધો કરતા વલ્લભ મોહન વઘાસીયા અને તેની પત્ની નિશા વઘાસીયા(રહે. વાસુપૂજ્ય રેસીડન્સી, મધુવન સર્કલ, અડાજણ) ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો