તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News In Amroli The Child Slept In The Neighborhood Of The Neighborhood And The Police Ran For The Whole Night 035519

અમરોલીમાં બાળક પડોશીના ઘરે સૂઈ ગયું ને પોલીસ આખી રાત દોડતી રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી કોસાડ આવાસમાં મજૂરીકામ કરતા યુવકનો 5 વર્ષનો બાળક ગુમ થતાં પરિવારે અપહરણ આશંકા સેવતાં અમરોલી પોલીસે ગુનો નોંધી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી. કડકડતી ઠંડીમાં પોલીસ આખી રાત સુધી બાળકને શોધવા તમામ વિસ્તારોમાં ખુદી વળવા છતાં બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેવટે સવારે પડોશીના ઘરમાં બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. જેથી વૃદ્વા જોવા માટે ત્યાં જ જતાં 5 વર્ષનો ગુમ થયેલો બાળક મળી આવ્યો હતો. બાળક સહીસલામત મળી આવતા પરિવારજનો અને અમરોલી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે 5 વર્ષનો બાળક એચ-5માં રહે છે અને તેની બાજુમાં એચ-4માં એક વૃદ્વા રહે છે. વૃદ્વા ઘરે સાડીમાં સ્ટોન મુકવાની મજૂરી કરે છે અને બાળકના પરિવારજનો સાથે તેના સારા સંબધ છે. જેના કારણે બાળક તેના ઘરે અવરનવર રમવા આવતો હતો. શુકવારે પણ બાળક વૃદ્વાના ઘરે રમવા માટે ગયો હતો. જો કે થોડીવાર પછી તે ઘરેથી નીકળી હતો એવુ વૃદ્વાને હતું પરંતુ બાળક ઘરમાં સાડીના ઢગલામાં પણ સૂઈ ગયો હશે એવી તેમને ખબર ન હતી. ઘરમાં પાછળના ભાગે સાડીનો ઢગલો પડેલો હતો. જયારે સવારે 8 વાગ્યે બાળક ઊઠીને રડવા લાગ્યો જેના કારણે વૃદ્વાને ખબર પડી હતી. પોલીસે ટીમો બનાવીને આખીરાત રેલવે-બસ સ્ટેન્ડ ઉપરાંત અન્ય વિસ્તારોમાં શોધખોળ માટે દોડવું પડયું હતું.

અન્ય સમાચારો પણ છે...