તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરોલીમાં સાસરિયાંથી કંટાળી પરિણીતાએ એસિડ ગટગટાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજ ભૂખ્યા સાસરીયાઓ દ્વારા રૂ.5 લાખની માંગણી કરી ત્રાસ ગુજારાતા અમરોલીની પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરાયો હતો. બનાવ બાદ પરિણીતાના પિતાએ સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભરથાણા-કોસાડ રોડ અમરોલી ખાતે રહેતી પરિણીતાને લગ્નના ત્રણ મહિના બાદ તેના પતિ અને સાસરીયાઓ દ્વારા દહેજ પેટે રૂ.5 લાખની માંગણી કરી ત્રાસ ગુજારાતો હતો. જેનાથી કંટાળીને પરિણીતાએ ગઈ તા.15 અપ્રિલના રોજ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિણીતાના પિયર પક્ષ દ્વારા અમરોલી પોલીસ મથકમાં પતિ પપ્પુ સરદાર બગાડા, સાસુ દાઉબેન સરદાર બગાડા, સસરા સરદાર બાવસીંગ બગાડા, દિનેશ સરદાર બગાડા, સુરેશ સરદાર બગાડા, ગુલાબ દિનેશ બગાડા, સંગીતા સુરેશ બગાડા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...