તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 લાખના ચેક બાઉન્સ કેસમાં મહિલા વેપારીને 1 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાંચ વર્ષ અગાઉ રૂપિયા પાંચ લાખના ચેક બાઉન્સ કેસમાં મહિલા વેપારીને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમ જેટલો દંડ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો

બમરોલી રોડ ખાતે રહેતા અને એરિકા ક્રેએશનના નામે વેપાર કરતા કૃણાલ પ્રવિણચંદ્ર મોદી કાપડના ધંધા સાથે સંકળાયેલાં મોના ફેબ્રિક્સના પ્રોપરાઇટર મોના નારાયણ રૂવાળાના પરિવાર સાથે સામાજિક સંબંધ ધરાવતા હતા. આરોપીએ જણાવ્યુ હતુ કે પતિને ધંધામાં ખોટ ગઈ છે અને કારીગરોને રૂપિયા ચૂકવવાનો બાકી છે. આથી આરોપી પર વિશ્વાસ રાખીને હાથ ઉછીના રૂપિયા પાંચ લાખ આપ્યા હતા. રૂપિયા ચૂકવવાના સમય આવતા ફરિયાદીએ ઉઘરાણી શરૂ કરી હતી જેથી આરોપીએ પાંચ લાખના ચેક આપ્યા હતા જે પરત ફરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દલીલો બાદ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, રૂપિયા 7.20 લાખનો દંડ અને જો દંડ ન ભેર તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...