તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 વર્ષમાં તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે ફીમાં 70 ટકાનો વધારો કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા ચાર વર્ષમાં તાપ્તી વૈલી સ્કૂલે ફીમાં 70%નો વધારો કરીને વાલી પાસે મસ મોટી ફી લઈ લીધી છે. જેને પગલે એફઆરસી જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તપાસ કરવાનો માટેનો આદેશ કર્યો છે.

તાપ્તી વૈલી ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીએ એફઆરસીને લેખિતમાં ફરિયાદ કરી છે કે, સ્કૂલે છેલ્લા 4 વર્ષમાં સ્કૂલે ફીમાં 70%નો વધારો કર્યો છે. વર્ષ-2015માં સ્કૂલે યુકેજીમાં પ્રવેશ આપતા પહેલા મારી પાસે રૂ. 45,000 ડોનેશન ફી અને રૂ. 99,600 સ્કૂલ ફી ભરાવી હતી. સાથે સ્કૂલે ફી ભરાવતી સમયે અમને જણાવ્યું હતું કે, સ્કૂલ ફીમાં ભણવાની, વાહન વ્યવહારની અને જમવાની એમ ત્રણ સુવિધાનો સમાવેશ કરાયો છે અને અમે દર વર્ષે ફીમાં 5થી 7% સુધીનો વધારો કરનારા છે. પણ વર્ષ-2019માં સ્કૂલની ફી સીધી જ રૂ. 1,69,200 થઈ ગઈ છે. જેથી અહીં 70%નો વધારો થતો જણાય આવે છે. સ્કૂલ ફીમાં ટર્મ ફી સામેલ હોવા છતા સ્કૂલે અલગથી ટર્મ ફી લીધી છે. જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

FRCએ મંજૂર કરેલી ફી કરતાં વધુ વસૂલી
એફઆરસીના ચેરમેન અશોક દવે જણાવી રહ્યા છે કે, એફઆરસીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી લીધી હોવાનું જણાય આવે છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીને તપાસનો પત્ર લખવા સાથે વાલીની ફરિયાદની નકલ પણ મોકલી આપી છે. તેમના તપાસ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

સ્કૂલને કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ મળી શકે
અહીં વાત એવી જણાય આવી છે કે, પહેલી ફેબ્રુઆરી, 2018એ સુપ્રિમકોર્ટના નામદાર જજે હુકમ કરતા કહ્યું હતું કે બીજા હુકમ સુધી એફઆરસી ફી વાલીઓને પરત કરાવવા મામલે સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં. પણ એફઆરસી સ્કૂલને કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટીસ આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો