યંગસ્ટર્સોને સમય પર નોકરી મળતી થશે તો મંદી નહીં આવે

Surat News - if youngsters get jobs on time there will be no recession 074523

DivyaBhaskar News Network

Nov 17, 2019, 07:45 AM IST
‘કોઇ પણ દેશ માટે અર્થવ્યવસ્થા મુખ્ય હોય છે કેમ કે એ રોજગારીનું માધ્યમ જ છે. જેના કારણે અર્થવવસ્થાની ચિંતા આપણને હોય છે.’ રોજગારી આપવાનું કામ અર્થવ્યવસ્થાનું છે.’ ચેમ્બર ઓફ કોમર્સ સમૃધ્ધી બલ્ડિંગ નાનપુરા ખાતે એસબીસી દ્રારા ભારતીય અર્થવવ્યસ્થાના વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અર્થશાસ્ત્રી ડો.જય નારાયણ વ્યાસએ ભારતીય અર્થવ્યવસ્થાના ફયુચર ટ્રેન્ડ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, ‘યુવકોને સમયસર નોકરી મળી જાય તો માર્કેટમાં મંદિ આવે નહીં. અર્થવ્યવસ્થા કોઇ પણ દેશ માટે ખુબ જ અગત્યની છે. અર્થ ન હોય વ્યવસ્થા ન હોય તો દેશ ચાલી શકશે નહિ. અર્થવ્યવસ્થા દેશ દોરે છે. રોગજગારીનું સર્જન કરે છે. સવલતો ઉભી કરે છે અને આપણને જીવન જરૂરીયાત માટે જે કંઇ જુવે એ સહજતાથી ઉપલબ્ધ બને એ માટેની વ્યવસ્થા હોય છે. જેથી આપણે અર્થવ્યવસ્થા માટે ચિંતિત રહીએ છીએ.અમારા જેવા ચિંતિત એમાં થર્ડ એમ્પાર જેવા છે એટલે એમને નથી રમવા રહેતું તો પણ એને આઉટ આપી દેવામાં આવે છે. તો એ માની લેવામાં આવે છે. જ્યારે તમે તો પ્લેયર છે તેમ તો રમી શકો છો. એટલે તમારા અને અમારા ફરક છે. પણ જે લોકોને દેખાય છે એ આપણને નથી દેખાતું.

city seminar

સિટી રિપોર્ટર . સુરત

X
Surat News - if youngsters get jobs on time there will be no recession 074523

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી