તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતને જળસંકટથી બચાવવું હોય તો જળસંચય કરાવી વૃક્ષો વાવવા જરૂરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

સુરત પાલિકા દ્વારા જળસંકટના નિવારણ તથા જળસંચયની ઉપયોગિતા સંદર્ભે યોજાયેલા સેમિનારમાં વોટરમેન ડો. રાજેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. રાજેન્દ્ર સિંહે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિશ્વનાં તમામ શહેરોનો વિકાસ નદી કિનારે થયો છે. આજે કુદરત સાથેનો સંબંધ આપણે ભૂલી ગયા છીએ. આપણે નીર-નારી અને નદીનું સન્માન કરતાં નથી. ભારત એક માત્ર એવો દેશ છે જ્યાંની નદીઓનાં પાણી એક સમયે અંગ્રેજો પણ વેચી શક્યા નથી. આજના એન્જિનિયરોએ પાણી ઉપર ડેમબનાવ્યા છે, પરંતુ ભૂગર્ભમાં રહેલાં જળની કોઈ ચિંતા કરી નથી.

આજના શોષણ-પ્રદૂષણ અને અતિક્રમણના સમયમાં પણ નદીઓ વહી રહી છે. પરંતુ જો સમયસર તેના જળસંચય બાબતે વિચારણા નહીં કરાય તો ગંભીર પરિણામ જોવા મળી શકે છે. સુરતને જળસંકટથી બચાવવું હોય તો શહેરના આસપાસના વિસ્તારોમાં જળસંચય કરાવવા વૃક્ષ વાવવા જરૂરી છે. ખેડૂતોને સજીવ ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઈ સવાણીએ કહ્યું કે, પાલિકા શહેરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાણી સપ્લાય કરે છે. શહેરના જે વિસ્તારનો વિકાસ થાય તે વિસ્તારનો હરિયાળી સાથે વિકાસ કરવો જોઈએ. પાણી મેનેજમેન્ટ માટે તમામ ઉપાયો કરવાની જરૂર છે. સુરતમાં જે અભિયાનની શરૂઆત થાય છે તે અભિયાન હેઠળ આખો દેશ જોડાય છે. ધરતી આપણા માટે સ્વર્ગ સમાન છે. ધરતીને હરિયાળી બનાવવી તથા ભૂગર્ભ જળ બચાવવું એ આપણી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો