તુ મારી સાથે નહિ આવે તો હું તને જીવતી નહિ છોડીશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ તુ મારી સાથે નહિ આવે તો હું તને જીવતી નહિ છોડીશ, સગાઈમાં જે ખર્ચ થયો છે તે માગી પૂર્વ મંગેતરે યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. 23 વર્ષીય યુવતીએ 4 વર્ષ પહેલાં રવિ નારીગરા સાથે સગાઈ કરી હતી. બાદ યુવકનું ચાલ-ચાલન સારું ન હોવાથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. યુવક યુવતીને પરેશાન કરતો હતો. 13મીએ યુવતીના ઘરે જઈ ધમકી આપી યુવકે સગાઈના ખર્ચની રકમની માગી ધમાલ કરી હતી. યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. યુવતીએ સરથાણા પોલીસમાં પૂર્વ મંગેતર રવિ બાબુ નારીગરાની સામે છેડતી ને ધમકીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...