તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Surat News If There Is A Check Return In The Municipality Then The Penalty Will Be Charged 200 Rupees Per 5000 Rupees 032103

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકામાં ચેક રિટર્ન થાય તો પ્રત્યેક 5 હજાર પર રૂપિયા 200 પેનલ્ટી લેવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| સુરત

પાલિકામાં ટેક્સપેયર કે ઇજારદારનો અગર જો ચેક રિટર્ન થાય તો હવે પ્રત્યેક 5 હજાર પર 200 રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે અત્યાર સુધી વર્ષ 1999થી આજદિન સુધી પ્રત્યેક 5 હજારે માત્ર 25 રૂપિયા જ પેનલ્ટી વસુલવામાં આવતી હતી, જેમાં સ્થાયીની મળેલી બેઠકમાં સુધારો કરાયો છે. સુરત મહાનગર પાલિકાના જુદા જુદા ટેક્સપેયર, ઇજારદાર, જનરલ ભરણાના ચેકો રિટર્ન થાય છે. તો તે અંગે વહીવટીચાર્જ પ્રત્યેક 5 હજાર રૂા.25 વસુલ કરવામાં આવે છે. 20 એપ્રિલ 1999 થી આ પ્રમાણે પાલિકા ચેક રિટર્ન કેસમાં વસુલાત કરતી આવી છે. ઘણા લાંબા સમયથી આજદીન સુધી આ દર રીવાઇઝ થયા નથી. જેથી દર રિવાઇઝ કરી પ્રત્યેક રૂ. 5000એ રૂ.200 કરવાનું નક્કી કરાયું છે. વધુમાં જનરલ આવકનાં કેટલાક ભરણાં પર રીટર્ન ચેક અંગે રસીદ બની ત્યારથી પાર્ટી રિટર્ન ચેકના પૈસા ન ભરે ત્યાં સુધી કેટલીક આવક પર વ્યાજ લેવાતા ન હતા. જેથી હવે જનરલ આવકનાં ભરણાં પર જો ચેક રિટર્ન થાય તો દર્શાવેલ પિરિયડ માટે 18 ટકા વ્યાજ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો