તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ધારે તો પરિણામ મેળવી શકે બે જ દિવસમાં 425 ગુનેગારો ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રવિવારે રામ નવમી અને ડો. આંબેડકર જયંતી સાથે હોવાથી શનિવારે બપોરથી જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડીસીબી, પીસીબી, એસઓજી સાથે સ્થાનિક પોલીસની મળી કુલ 32 ટીમો બનાવી હતી. જેમાં 200 જેટલા કર્મચારીઓને કામે લગાડાયા હતા. અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. શનિવારે રાત્રિ દરમિયાન કુલ 425ની અટકાયત કરી હતી. જેમાં સીઆરપીસીની કલમ 107 અને 151 મુજબ 180, સીઆરપીસીની કલમ 110 મુજબ 95, જીપી એક્ટ કલમ 68 મુજબ 108 અને સીઆરપીસની કલમ 109 મુજબ 42નો સમાવેશ થાય છે. આ તમામ કલમ અટકાયતી પગલાંની છે. જેનું પરિણામ એ આવ્યું કે છેલ્લા 20 દિવસમાં જ દારૂના 2,040 કેસમાં 2058 લોકો અને જુગારના 56 કેસમાં 258 લોકો પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...