તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જો પેન્ટ્રીકારમાં વધુ ચાર્જ વસૂલાય તો કોન્ટ્રાક્ટરને રૂ. 50 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

છાસવારે પેસેન્જરો ટ્રેનોના પેન્ટ્રીકારના કર્મચારીઓ ઓવરચાર્જિગ લેતા હોવાનો આક્ષેપ કરતા જોવા મળ્યા છે. આવા આક્ષેપો ન થાય તે માટે આઇઆરસીટીએ પેન્ટ્રીકારમાં પીઓએસ મશીન ફરજિયાત બનાવ્યું હતું. કેટલીક ટ્રેનોના પેન્ટ્રીકારમાં પીઓએસ મશીન નહીં મૂકતા આઇઆરસીટીસીએ લાલ આંખ કરી કોન્ટ્રાક્ટરો સામે 50 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.

આઇઆરસીટીસીએે તમામ કોન્ટ્રાક્ટરને પીઓએસ મશીન મૂકવાનું ફરજિયાત કરી દીધું હતું. રેલવે સ્ટેશનના ફૂડ સ્ટોલ પર પણ પીઓએસ મશીન મૂકવાનો આદેશ કર્યો હતો. આઇઆરસીટીસીના ઇન્સ્પેક્શનમાં મધ્ય અને પશ્ચિમ રેલવેની 76 એક્સપ્રેસ ટ્રેનોમાં 234 પીઓએસ મશીન હોવા છતાં ઉપયોગ ખૂબ ઓછો થઈ રહ્યો છે. આઇઆરસીટીસીએ જે ટ્રેનોમાં પીઓએસ મશીન નથી અથવા તો તેનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે તેવા કોન્ટ્રાક્ટરને 50 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે આઇઆરસીટીસીના પ્રોજેક્ટ ડાયરેક્ટર પિનાકિન મોરાવાલાએ જણાવ્યું હતું કે અમને જેવી કાર્યવાહી કરવા માટેનો આદેશ મળશે કે તરત જ દંડ ફટકારીશું.

અન્ય સમાચારો પણ છે...