કાલે 400 ખાનગી શાળા બંધ રહેશે તો DEO નોટિસ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા વિસ્તારની તમામ ખાનગી શાળાઓના બે હજાર શિક્ષકો દ્વારા સીમાડા નાકાથી કાપોદ્રા સુધીની મૌન રેલીનું આયોજન કરાયું હતું.

એજ્યુકેશન રિપોર્ટર. સુરત

સરથાણા આશાદીપ વિદ્યાલયના શિક્ષક વિપુલ ગજેરાને વાલીઓએ કોલર પકડીને વર્ગમાંથી બહાર કાઢી ને લાકડીથી માર મારવાના વિરોધમાં સોમવારે શહેરની 400 ખાનગી શાળા એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને હજારો વિદ્યાર્થીઓનું અભ્યાસ બગાડવા જઈ રહી છે. જે મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે કે, ‘રવિવારે કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા સંચાલક મંડળની બેઠક મળશે અને સોમવારે શાળા ચાલુ રાખવા અંગે નિર્ણય લેવાશે.જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂ કહે છે કે, 400 શાળા બંધ નહીં રહે અને બાળકોનો અભ્યાસ નહીં બગડે તે માટે મે અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરી છે. જો કોઈ શાળા બંધ રાખશે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું. સૂત્રો કહ્યું કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને જણા કર્યા વિના જ સોમવારે શાળા બંધ કરવાનું એલાન કરી દીધું છે અને સોમવારે કોઈ શાળા બંધ રાખશે તો પછી શિક્ષણ વિભાગના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી શાળાને નોટીસ પાઠવશે. અહીં ઘટના એવી હતી કે, ચાર દિવસ પહેલાં સરથાણા આશાદીપ વિદ્યાલયના શિક્ષક વિપુલ ગજેરાએ ધોરણ-12ના વિદ્યાર્થી જિગર પરેશ લાખાણીને ઢોર માર માર્યો હતો. તેના બીજા જ દિવસે વાલીઓએ શિક્ષક વિપુલને લાકડી વડે ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...