તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંઘર્ષ કર્યો તો 2 રૂપિયામાંથી 2 હજાર કરોડ થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ‘ સંઘર્ષ કર્યો તો 2 રૂપિયામાંથી2 હજાર કરોડ થયા’ ભારત સેવા સંવાદ સંસ્થા દ્વારા નેશનલ યુથ ડે-2019નું આયોજન કરવામાં આ‌વ્યુ હતંુ.જેમાં આ વાત કલ્પના સરોજે કહી હતી. આ કાર્યક્રમ ઇન્સપાયર ટુ એસ્પાયર થીમ પર યોજાયો હતો, જેમાં શરદ વિવેક સાગર, ચેતન ચીતા, પદ્મશ્રી કલ્પના સરોજ, પદ્મશ્રી જાદવ મોલાઇ પ્યાંગ, રાહુલ નાર્વેકર, સુરભી ગૌતમ, સાચી સોની, આશા ઝા, શિવાંકીત પરિહાર, સ્નેહા શર્મા, ટડાર આનંગ અને બિજલ ટેલકરે સંઘર્ષની કહાની સુરતીઓ સમક્ષ રજૂ કરી હતી.

પદ્મશ્રી કલ્પના સરોજ, પદ્મશ્રી જાદવ મોલાઈ પ્યાંગ, રાહુલ નોર્વેકર અને સ્નેહા શર્માએ સુરતીઓને સંબોધ્યા
કલ્પના સરોજ

જ્યારે મારા જીવનની શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે માત્ર 2 રૂપિયા હતા. ઘણી ભૂલો કરી પણ શીખતા શીખતા આજે મારી 2,000 કરોડની કંપની છે. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારી પાસે કોઇપણ પ્રકારની માહિતી ન હતી, રહેવા ઘર ન હતુ, ટાઈમ પર મને જમવા પણ મળતું નહોતું. સંધર્ષ કરીને આગળ આવી

રાજા રવિશ કુમાર

તમારે સત્ય બોલવુ હોય તો લોકોને હસાવી હસાવીની કહો નહિં તો લોકો તમને જીવવા નહિં દે. માટે હસાવતા હસાવતા સત્ય કહો લોકોને ગળે ઉતરશે. લોકો આજકાલ પ્રસિદ્ધિ પાછળ ભાગે છે.

કામની પાછળ નહીં

શરદ વિવેક સાગર

મોટેથી ભારત માતા કી જય બોલવાથી ભારતને મહાન કેવી રીતે બનાવી શકાય? આવા નારા લગાવ્યા બાદ એ નથી વિચારતા કે બીજા જ દિવસે કોઇ બાળક સ્કુલે નહિં જાય, કોઇ ફુટપાથ પર ભૂખ્યુ ઉંઘશે, તો શું ભારત મહાન છે? ભારતને અંદરથી મજબૂત કરવું પડશે. પછી ભારત મહાન બનશે.

રાહુલ નાર્વેકર

કાશીનું મરણ અને સુરતનું જમણ. પણ જ્યારે હું મારા સુરતી મિત્રોને મળ્યો ત્યારે તેઓ મને ખાવા લઇ ગયા બહારની લાઇન જોઇ મને લાગ્યુ કે અહિં ફ્રીમાં ખાવાનું મળે છે. પછી ખબર પડી એ દુકાન છે.

મને 30 વર્ષમાં 40 હજાર એકર બંજર જમીન પર જંગલ ઉભુ કરવા માટે સરકાર દ્વારા કામ આપવામાં આવ્યું મને આ એક જંગલ ઉભુ કરતા 30 વર્ષ લાગ્યા એક વાત બધાએ ગાંઠ બાંધવાની જરૂર છે કે જો વૃક્ષો છે તો માનવ જીવન છે જો વૃક્ષો નથી તો માનવ જીવન પણ શક્ય નથી. દરેક માણસ જીવનમાં એક વૃક્ષ ઉગાડે તો પણ સમગ્ર ભારત ગ્રીન બની જશે.

પદ્મશ્રી જાદવ મોલાઇ પ્યાંગ

અન્ય સમાચારો પણ છે...