તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14મા ક્રમેથી હવે ટોપ ફાઇવમાં આવવાની મનપાને આશા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નો મુખ્ય સરવે મકરસંક્રાતિ તહેવાર બાદ હાથ ધરાશે.એપ્સોશ અને ક્યુસીઆઈ કેન્દ્રિય ટીમ સરવે માટે આવશે. ત્યારે પાલિકાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી ટીમ આવે તે માટે સજ્જ છે. પાલિકાનું આરોગ્ય તંત્ર પોતાની કામગીરી અંગે ખુબ જ પોઝિટીવ વલણ દર્શાવી રહ્યું છે અને સર્વેક્ષણના 6 હજાર માંથી 5200 માર્કસ તો આવી શકે તેવો દાવો કરાઈ રહ્યો છે. 14 માં ક્રમેથી સુરત મહાપાલિકા 1 થી 5 ક્રમમાં આવે તેવી ગણતરી કરવામાં આવી છે. પરંતુ સેવન સ્ટાર રેટીંગ, વોટર પ્લસ સર્ટીફિકેશનમાં અને હોમ કંમ્પોસ્ટિંગ, સેગ્રીગેશનમાં પાછળ છે. ડાયરેક્ટ ઓબ્ઝરવેશનમાં મળી કુલ 800 માર્કસ કપાઈ જાય તેમ હોવાનું ચિત્ર હાલ આરોગ્ય ખાતાને જણાઈ રહ્યું છે.

આ મુજબ 5200 માર્કસ આવી શકે તેવી ગણતરી કરવામાં આવી રહી છે
1 સર્ટિફિકેશન-1500 માર્કસ, પાલિકાનો દાવો-1250 માર્કસ

નિયમ શું છે | ગાર્બેજ ફ્રી સિટી માટે 1 સ્ટાર (ઓડીએફ), 3 સ્ટાર (ઓડીએફ પ્લસ), 5 સ્ટાર (ઓડીએફ ડબલ પ્લસ), તથા 7 સ્ટાર (વોટર પ્લસ) ફરજિયાત છે. તેના 1 હજાર ગુણ છે. ખુલ્લામાં શૌચ મુક્ત શહેર (ઓડીએફ) જેનું ઓડીએફ સ્ટેટસના 500 ગુણ છે.

પાલિકાની શું સ્થિતિ | 1 અને 3 સ્ટાર રિન્યુ થઈ ગયું છે. 5 અને 7 સ્ટાર નો સરવે પૂર્ણ થયો છે. 5 સ્ટાર પાલિકાને હજી મળી શક્યું નથી.

2 સર્વિસ લેવલ પ્રોગ્રેસ -1500 માર્કસ, પાલિકાનો દાવો-1300

નિયમ શું છે | 200 માર્કસ ક્વાટર-1-2 અને 3 ના એવરેજ રેંકમાંથી અપાશે, તથા 1300 માર્કસ છ પેરામીટર્સ કલેકશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન, પ્રોસેસીંગ એન્ડ ડિસ્પોઝલ, સસ્ટેનેબલ સેનિટેશન,ઈન્ફોર્મેશન એડ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (આઈઈસી), કેપેસિટી બિલ્ડીંગ, ઈનોવેશનના મળી કુલ 40 પ્રશ્નના છે.

પાલિકાની શું સ્થિતિ |છ પેરામીટર્સમાં 60 થી 70 ટકા સુધી જ કામગીરી થઈ છે.

3 ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન-1500 માર્કસ, પાલિકાનો દાવો-1350

શું નિયમ છે |રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો ક્લીન રાખવા, તેમાં, સ્લમ-ઓલ્ડ સિટી સહિતના 60 લોકેશનો વિસ્તારોમાં ચકાશણી સરવે કરાશે કે તે ચોખ્ખો છે, સ્થાનિકનું ઈન્ટરવ્યુ, સ્થળના ફોટાઓ લેવાશે.

સ્થિતિ શું છે |સ્વચ્છતા સફાઈની બાબતમાં પાલિકાને પછડાટ મળી શકે છે. કન્ટેઈનરો હટાવી લઈ ક્રેડર ટાઈપ ડસ્ટમીન મુકાતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જણાય છે.

4 સિટીઝન ફિડબેક-1500 માર્કસ, પાલિકાનો દાવો - 1300

શું નિયમ છે |7 સવાલો જુદા જુદા વિસ્તારોમાં લોકોને પુછવામાં આવશે. સ્વચ્છતા એપના કેટલાં એક્ટિવ યુઝર્સ છે. કેટલા ટકા ફરિયાદોનો કેટલા સમયમાં નિકાલ કરાયો, વસ્તી પ્રમાણે કેટલાં ટકા લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે.

સ્થિતિ શું છે| ગત સર્વેક્ષણમાં પબ્લિક ફિડબેકમાં પછડાટ ખાધી હતી. પરંતુ આ વખતે કમિશનરે લોકોમાં પ્રચાર પ્રસાર કરવા હકારાત્મક પ્રતિભાવ આપે તેમ સમજાવવા કર્મીઓને જવાબદારી સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો