વતન જવાના મુદ્દે તકરાર થતાં ચોથા માળેથી પડતું મૂકનાર દંપતી પૈકી પતિનું પણ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વતન જવા બાબતે બોલાચાલી બાદ ચોથા માળે રસોડાની બારીમાંથી પડતું મૂકનાર દંપતી પૈકી પત્નીના મોત બાદ પતિનું પણ મંગળવારે સવારે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પુણા સરદાર માર્કેટ પાછળ અક્ષર ટાઉનશિપ ખાતે રહેતા અંકજ રાકેશ કૌશલ(24) મજૂરી કામ કરતા હતા. ગઈ તા. 6 મેના રોજ અંકજભાઈ અને તેમની પત્ની મહિમા વચ્ચે વતન જવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં માઠું લાગી આવતા મહિમાબેને રસોડાની બારીમાંથી ચોથા માળેથી પડતું મુકી દીધું હતું. મહિમાબેને બારીમાંથી પડતું મુકતા પાછળ પાછળ અંકજભાઈએ પણ ચોથા માળેથી પડતું મુકી દીધું હતું. જેથી બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ ટૂંકી સારવાર બાદ મહીમાંબેનું બીજા દિવસે મળસ્કે મોત નિપજ્યું હતું. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા અંકજભાઈનું પણ મંગળવારે સવારે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...