તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 હજાર કરોડના બિડિંગની આશા, વ્યાજદર પર ચુપકીદી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

અમદાવાદ બાદ આવતીકાલે બુધવારે સુરત પાલિકા 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડશે, જેની ઓનલાઈન હરાજી સવારે 11 ક્લાકે કરાશે. અમદાવાદની જેમ સુરત પાલિકાના 200 કરોડના બોન્ડ પણ ગણતરીના સમયમાં જ ભરાઇ જવાની સંભાવના છે. બોન્ડ ઇસ્યૂ થયાના કલાકમાં જ રૂપિયા 2 હજાર કરોડની બિડ મળવાની ગણતરી અધિકારીઓ માંડીને બેઠા છે. તાજેતરમાં બોન્ડને લઇ મુંબઇમાં બીએસઇના એમડી સાથે મ્યુ.કમિશનર તથા રોકાણકારોની બેઠક મળી હતી. બોન્ડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે બહાર પાડશે. બોન્ડ બહાર પાડવા પૂર્વે પાલિકાની નાણાકીય સધ્ધરતા તપાસવા થયેલા સર્વેમાં સુરત પાલિકાને ડબલ એ પ્લસ રેટિંગ મળ્યા છે. જેના આધારે બોન્ડના વ્યાજનો દર નક્કી થશે.

બોન્ડ પર પાલિકાને 26 કરોડ ગ્રાન્ટ મળશે
200 કરોડના બોન્ડ ઇશ્યુ કર્યા બાદ પાલિકાને પ્રથમ 200 કરોડ મળી જાય તો પ્રોત્સાહનના ભાગરૂપે કેન્દ્ર સરકાર 100 કરોડના બોન્ડ પર 13 ટકા એટલે કે 13 કરોડ ગ્રાન્ટ આપશે. આમ 200 કરોડના બોન્ડ પર પાલિકાને 26 કરોડની ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ પાલિકા વિકાસ કામની પાછળ ખર્ચી શકશે.

બોન્ડ કોણ લઇ શકે, શું લાભ થશે
સવાલ | બોન્ડ કોણ ખરીદી શકેω

જવાબ |કોર્પોરેટ કંપની

સવાલ|એક બોન્ડની કિંમત શું છેω

જવાબ|રૂા.10 લાખ

સવાલ|કેટલા બોન્ડ લેવા પડેω

જવાબ|પાંચ, મહત્તમ બોન્ડ લેવા કોઇ લિમીટ નથી

સવાલ|બોન્ડ લેવા માટે શું પ્રક્રિયા છે ω

જવાબ|બીએસઇ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પર જઇ લઇ શકાશે

સવાલ|બોન્ડ ક્યારે વેચી શકાશે ω

જવાબ|કોઇ સમયમર્યાદા નથી, ગમે ત્યારે વેચી શકશે

સવાલ|200 કરોડના બોન્ડ પર અંદાજિત કેટલું વ્યાજ ચુકવાશેω

જવાબ|હજુ નક્કી નથી પણ 8.50 ટકા નજીક હોઇ શકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો