તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર મહિલા ખેલાડીઓનું સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

honoured

સિટી રિપોર્ટર . સુરત

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના મોખમાળ ગામ ખાતે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશન દ્વારા રમત-ગમત ક્ષેત્રે સુરતને સિદ્ધી અપાવનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આ‌વ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગામડાની બેહેનોને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ખેલાડીઓએ જણાવ્યું હતું કે, તેમણે પોતાની રમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટ ખૂબ જ સંઘર્ષ કર્યા છે. સંઘર્ષ સિવાય દુનિયામાં કોઇને કશું મળતું નથી. આગળ વધવા માટે તનતોડ મહેનત જરૂરી છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમની ખેલાડી નંદિની કાપડીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એવું ઈચ્છી રહી છે.ગ્રામીણ વિસ્તારની વિદ્યાર્થીનીઓ આગળ વધીને પોતાના મા-બાપ અને ગામનું નામ રોશન કરે. સ્કેટર ધારા પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. મહિલાઓ ફક્ત રસોડા પૂરતી જ નથી રહી તેઓ દેશ દુનિયામાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રાજ જરીવાલાએ કહ્યું હતું, તેઓ આ શાળામાં 7 વર્ષથી શિક્ષણ, હેલ્થકેર, હાઇજીન, પોષણ અને સ્પોટર્સની એક્ટિવિટીઓ કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો