તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી પર, આગઝરતી ગરમી : લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધી જતાં રાતે બફારાથી પરેશાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત બીજા દિવસે 41 ડિગ્રી નજીક પારો નોંધાતા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. વળી લઘુત્તમ તાપમાન પણ 2 ડિગ્રી વધીને 26.8 ડિગ્રી થતાં રાત્રે અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કોઇ આગાહી કરાઇ નથી. પરંતુ દિવસથી શહેરમાં હીટવેવની અસર વર્તાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું છે. ગઇકાલે શનિવારે લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી હતું. રવિવારે બે ડિગ્રી લઘુત્તમ તાપમાન વધી જવાથી રાત્રે ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 54 ટકા અને સાંજે 29 ટકા રહ્યું છે. વેસ્ટ દિશાથી 3 કિ.મી પ્રતીકલાકે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. મે માસ સુધી ઉનાળો રહે છે. જેથી આગામી બે મહિના સુધી ગરમીનો સામનો શહેરીજનોએ કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...