ગુરુકુળના 3 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ધોરણ-12 સાયન્સના પરિણામમાં સ્વામીનારાયણ ગુરૂકુળ વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓએ એ-1, 23 વિદ્યાર્થીઓએ એ-2, 45 વિદ્યાર્થીઓએ બી-1 અને 64 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યાં છે. ગુજકેટમાં 90થી વધારે પર્સેન્ટાઇલ મેળ‌વનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમમાં 36 અને અંગ્રેજી માધ્યમમાં 16 છે. શાળામાંથી યશ વડોદરિયાએ 99.94 પર્સેન્ટાઈલ તેમજ ગુજકેટમાં 98.75 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યાં છે. એ ઉપરાંત શિવમ પદ્મનીએ 99.85 પર્સેન્ટાઇલ તેમજ ગુજકેટમાં 99.52 પર્સેન્ટાઇલ અને યશ માંડવિયાએ 99.84 અને ગુજકેટમાં 99.94 પર્સેન્ટાઇલ મે‌ળવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...