તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકરસંક્રાંતિ પર્વે પાંજરાપોળો સહિત 16 સ્થળે ગૌપૂજન-આહારની વ્યવસ્થા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર. સુરત | શહેરમાં ગૌસેવા કરતી સંસ્થા સુરત પાંજરાપોળે મકરસંક્રાંતિ પર્વ પર 14 જાન્યુ.ના રોજ શહેરમાં સોળ સ્થળે ગૌપૂજા- આહારની વ્યવસ્થા ગોઠવી છે. સાથે મકરસંક્રાંતિમાં પતંગ ચગાવતા ઘાયલ પશુપક્ષીઓ માટે નંદીની હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવારની સુવિધા ઉભી કરાઇ છે.

ઘાયલ પશુપક્ષીઓ માટે નંદીની હોસ્પિ.માં નિઃશુલ્ક સારવાર અપાશે
આ અંગે પાંજરાપોળના પ્રદીપભાઈ શેઠે જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રસંગે ગૌપૂજા કરવામાં આવે છે. તેમાં વર્ષ દરમિયાન સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે બાર સંક્રાંતિનું પણ મહત્ત્વ છે. આ બાર સંક્રાંતિમાં મકર સંક્રાંતિમાં સૂર્ય ઉત્તરાયણમાં ગતિ કરે છે. આથી આ સંક્રાંતિ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસોમાં સૂર્યનારાયણ અને ગૌમાતાની એકસાથે પૂજા કરી ભક્તો આનંદ અનુભવે છે.

તેમાં પણ ગોળ, ઘાસચારો, દાણ અને લાપસીનો આહાર શક્તિદાયક હોવાથી અપાઇ છે. આથી પાંજરાપોળ દ્વારા શહેરમાં 16 સ્થળે તેની સગવડ કરાઇ છે. તેમાં કેટલાક ભક્તો ગરમ ખોરાક આપે છે. જેના કારણે ગૌમાતાને દર્દ થાય છે. આથી આવા ભક્તોને જણાવવાનું કે, ગૌમાતાને ગરમ કે વાસી ખોરાક ખવડાવવો નહીં. રાંધેલું કે બાફેલું અનાજ આપવું નહીં. ફળ, બ્રેડ કે રોટલી ન ખવડાવવા. ગોળ પણ વધુ પડત આપવો નહીં. પ્લાસ્ટીકની થેલી ગૌમાતા સામે ધરવી નહીં કે ત્યાં નજીકમાં ફેંકવી પણ નહીં.

શહેરની આ પાંજરાપોળમાં ગૌપૂજન કરાશે
પાંજરાપોળ ધોડદોડ રોડ

પાંજરાપોળ ભેસ્તાન, રેલવે સ્ટેશન પાસે

પાંજરાપોળ થારોલી, કામરેજ

પાંજરાપોળ આખાખોલ, ગાયપગલા પાસે

પ્રાઈમ આર્કેડ એસએમસી પ્લોટ, અડાજણ

ગંગેશ્વર મહાદેવ પાસે, હનીપાર્ક રોડ, અડાજણ

ખોડિયારમાતા મંદિર, અડાજણ ગામ

કાપડિયાની વાડી વરાછા પોલીસ સ્ટેશન પાસે

ઉમિયામાતા મંદિર, એ.કે.રોડ

શિવશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર, પુણાગામ

વ્રજનાથ મહાદેવ મંદિર, કતારગામ મેઈનરોડ

કચ્છ કડવા પાટીદાર સમાજ, હરીનગર સામે

એસએમસી પ્લોટ, દેનાબેંકની બાજુમાં ભેસ્તાન

રાધાક્રિષ્ણ મંદિર પીપલોદ

શ્યામમંદિર, વીઆઈપી રોડ, વેસુ

ગોવર્ધન હવેલી ડુમસ રોડ

આ અંગે પાંજરાપોળના પ્રદીપભાઈ શેઠે જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રસંગે ગૌપૂજા કરવામાં આવે છે. તેમાં વર્ષ દરમિયાન સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે બાર સંક્રાંતિનું પણ મહત્ત્વ છે. આ બાર સંક્રાંતિમાં મકર સંક્રાંતિમાં સૂર્ય ઉત્તરાયણમાં ગતિ કરે છે. આથી આ સંક્રાંતિ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસોમાં સૂર્યનારાયણ અને ગૌમાતાની એકસાથે પૂજા કરી ભક્તો આનંદ અનુભવે છે.

તેમાં પણ ગોળ, ઘાસચારો, દાણ અને લાપસીનો આહાર શક્તિદાયક હોવાથી અપાઇ છે. આથી પાંજરાપોળ દ્વારા શહેરમાં 16 સ્થળે તેની સગવડ કરાઇ છે. તેમાં કેટલાક ભક્તો ગરમ ખોરાક આપે છે. જેના કારણે ગૌમાતાને દર્દ થાય છે. આથી આવા ભક્તોને જણાવવાનું કે, ગૌમાતાને ગરમ કે વાસી ખોરાક ખવડાવવો નહીં. રાંધેલું કે બાફેલું અનાજ આપવું નહીં. ફળ, બ્રેડ કે રોટલી ન ખવડાવવા. ગોળ પણ વધુ પડત આપવો નહીં. પ્લાસ્ટીકની થેલી ગૌમાતા સામે ધરવી નહીં કે ત્યાં નજીકમાં ફેંકવી પણ નહીં.

અન્ય સમાચારો પણ છે...