તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર સામે ગુજરાતનો 83 રને વિજય, ગ્રુપ-‌Bમાં ટોપ પર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સૈયદ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીના પાંચમાં રાઉન્ડમાં આજે સુરત ખાતે ત્રણ મેચો રમાઈ હતી, જેમાં બે મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અને એક મેચ સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આજે હિમાચલ પ્રદેશ-તામિલનાડુ, વિદર્ભ-મેઘાલય અને ગુજરાત બિહાર વચ્ચે મેચો રમાઈ હતી. સી.બી. પટેલ ખાતે યોજાયેલી પ્રથમ મેચમાં હિમાચલ પ્રદેશની ટીમે તામિલનાડુને 7 વિકેટથી પરાજય આપ્યો હતો. આ મેચમાં તામિલનાડુની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 138 રન કર્યાં હતાં જેના જવાબમાં હિમાચલ પ્રદેશની ટીમે આ ટાર્ગેટને ફક્ત 3 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. તામિલનાડુ તરફથી મુરલી વિજયે 77 રનની ઇનિંગ રમી હતી. બીજી મેચ ગુજરાત અને બિહાર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતના બેટ્સમેનોએ શાનદાર દેખાવ કરી 4 વિકેટના ભોગે 199 રન કર્યાં હતાં, જેમાં પ્રિયાંક પંચાલે 78 રનનો યોગદાન આપ્યો હતો. તેમજ પિયુષ ચાવલાએ 13 બોલમાં 41 રનનો યોગદાન આપ્યો હતો. બોલિંગમાં વિશાલ દાસે 40 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

ગ્રાઉન્ડ

લાલભાઈ કોન્ટ્રાક્ટર

ગુજરાત

V/s

બિહાર

પરિણામ | ગુજરાતનો 83 રને વિજય

ગુજરાત | 199/4 (પ્રિયાંક પંચાલ 78 રન, પિયુષ ચાવલા 41 રન, વિશાલ દાસ 40/2)

બિહાર | 116/7 ( કેશવ કુમાર 61* રન, એ.નગસવાલા 15/4)

આજની મેચો
બિહાર V/s મેઘાલય, રાજસ્થાનV/s હિમાચલ પ્રદેશ V/s વિદર્ભ-તમિલનાડુ

ગ્રાઉન્ડ

લાલભાઈ કોન્ટ્રાક્ટર

મેઘાલય

V/s

વિદર્ભ

પરિણામ | વિદર્ભનો 32 રને વિજય

વિદર્ભે એકતરફી મેચમાં મેઘાલયને હરાવ્યું
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં વિદર્ભની ટીમે મેઘાલયને 32 રનથી હરાવી સતત ચોથી જીત હાંસલ કરી હતી. વિદર્ભ તરફતી એસ. શ્રીવાસ્તવાએ 56 રનની ઇનિંગ રમી હતી તેમજ બોલિંગમાં મેઘાલય તરફથી આર બિશ્વાએ 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં મેઘાલયની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના ભોગે ફક્ત 129 રન જ કરી શકી હતી. મેઘાલય કરફથી ગુરિન્દર સિંહે અણનમ 56 રન કર્યાં હતાં. મેઘાલયની ટીમ ગ્રુપમાં સૌથી નીચે છે અને એ એકપણ મેચમાં વિજય મેળવી શકી નથી.

વિદર્ભ | 161/6 (એસ. શ્રીવાસ્તવ 56, આર.આર. રાઠોડ 38 આર બિશ્વા 26/2)

મેઘાલય| 129/4 (ગુરિન્દર સિંહ 56*, યશ ઠાકુર 27/2 )

ગ્રાઉન્ડ

સી.બી.

પટેલ

હિમાચલ

V/s

તામિલનાડુ

પરિણામ | હિમાચલનો 7 વિકેટે વિજય

તામિલનાડુ | 138/9 (મુરલી વિજય 77, અંકિત રાજન 29/3, કે.ડી. સિંહ 29/2)

હિમાચલ પ્રદેશ | 139/3 ( પ્રશાંત ચોપરા 68, એકાંત સેન 35 રન, અભિષેક તન્વર 14/2)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો